News Continuous Bureau | Mumbai
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય ની ફિલ્મ 'મોહબ્બતેં'ને(Mohabbatein) લગભગ 22 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મે લોકોના દિલમાં એવી જગ્યા બનાવી હતી કે આજે પણ લોકો તેને જોવાનું પસંદ કરે છે. ફિલ્મની વાર્તા ગુરુકુલ(Gurukul) પર આધારિત હતી, જ્યાં શાહરૂખ ખાને લોકોને તેના પ્રેમની યાદમાં પ્રેમ કરવાનું શીખવ્યું હતું. તો સિદ્ધાંતવાદી અમિતાભ બચ્ચન આ બધાની વિરુદ્ધ હતા.ફિલ્મ મોહબ્બતેમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યાની લવસ્ટોરી(love story) ઉપરાંત તમામ સ્ટાર્સના પાત્રોની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી જે દર્શકો ને ખુબ પસંદ આવી હતી. આ બધાની વચ્ચે ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પ્રેમની વિરુદ્ધ બતાવવામાં આવ્યા હતા.પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, મેકર્સે તેમાં અમિતાભની લવસ્ટોરી(Amitabh bachchan love story) બતાવવાની પણ યોજના બનાવી હતી.
ફિલ્મની શરૂઆતની સ્ક્રિપ્ટ (script)મુજબ અમિતાભનો લવ એંગલ પણ ફિલ્મનો એક ભાગ હતો. શાહરૂખ સહિત તમામ કલાકારોની જેમ અમિતાભની લવસ્ટોરી પણ બતાવવાની યોજના હતી. આ માટે નિર્માતાઓએ સૌપ્રથમ અભિનેત્રી શ્રીદેવીનો(Shridevi) સંપર્ક કર્યો હતો. જોકે તેણે આ ફિલ્મ માં કામ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ આ રોલ માટે માધુરી દીક્ષિતની(Madhuri Dixit) પસંદગી કરવામાં આવી હતી. પરંતુ માધુરીએ પણ તે માટે નનૈયો ભણ્યો. અંતે, આ ભૂમિકા જ વાર્તામાંથી દૂર કરવામાં આવી. જે બાદ અમિતાભ પ્રતિષ્ઠા, પરંપરા અને અનુશાસનની શૈલીમાં દેખાયા. અને આ રીતે દર્શકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો.
આ સમાચાર પણ વાંચો : પુષ્પા 2 ની ચર્ચાઓ વચ્ચે અલ્લુ અર્જુન બન્યો ફેટ શેમિંગનો શિકાર- લોકોએ તેની સરખામણી વડા પાવ સાથે કરી-જુઓ અભિનેતા ની વાયરલ તસવીરો
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ પહેલા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) પર કરોડોનું દેવું હતું. જો કે આ ફિલ્મ પછી તેઓ આ બોજમાંથી બહાર આવી ગયા હતા. આ સાથે જ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહાનાયક તરીકે પણ પ્રખ્યાત થયા.