ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
અમરીશ પુરી ભલે આજે આ દુનિયામાં હયાત ન હોય, પરંતુ તે બૉલિવુડમાં પોતાના અભિનયને કારણે તેમના ચાહકોનાં દિલમાં કાયમ જીવંત રહેશે. બૉલિવુડમાં પોતાનું નામ બનાવવા છતાં અમરીશ પુરીનો પરિવાર હંમેશાં પ્રસિદ્ધિથી દૂર રહ્યો છે. અમરીશ પુરીને પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.
આ ખૂબ જ જૂનો ફોટો છે, જેમાં અમરીશ પુરી તેના પરિવાર સાથે જોવા મળે છે. તેમની પુત્રીનું નામ નમ્રતા પુરી છે. આ ફોટામાં પણ નમ્રતા ખૂબ જ સુંદર લાગે છે. હવે નમ્રતા મોટી થઈ ગઈ છે અને તે બૉલિવુડની ચમકથી દૂર છે. નમ્રતા સાદું જીવન જીવે છે. નમ્રતાએ સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તાજેતરમાં સૉફ્ટવેર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. નમ્રતા માત્ર તેના નામે જ નહીં, પણ તેની સુંદરતામાં પણ સુંદર છે. પોતાને ટીવી અને ફિલ્મોથી દૂર રાખવા છતાં તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઍક્ટિવ રહે છે. થોડા સમય પહેલાં નમ્રતાએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શૅર કર્યા હતા, જે વાયરલ પણ થયા હતા. તેના ચાહકો હંમેશાં તેને બૉલિવુડમાં કામ કરવા માટે વિનંતી કરે છે, પરંતુ હજુ પણ નમ્રતાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને શું લાગે છે કે નમ્રતા એ બૉલિવુડમાં કામ કરીને પોતાના પિતાનું નામ રોશન કરવું જોઈએ?