Site icon News Continuous Bureau | Mumbai

કડક અવાજ અને ડેન્જર વિલન એવા અમરીશ પુરીની દીકરી દેખાય છે ખૂબ સુંદર, શું તમે તેના વિશે જાણો છો?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

અમરીશ પુરી ભલે આજે આ દુનિયામાં હયાત ન હોય, પરંતુ તે બૉલિવુડમાં પોતાના અભિનયને કારણે તેમના ચાહકોનાં દિલમાં કાયમ જીવંત રહેશે. બૉલિવુડમાં પોતાનું નામ બનાવવા છતાં અમરીશ પુરીનો પરિવાર હંમેશાં પ્રસિદ્ધિથી દૂર રહ્યો છે. અમરીશ પુરીને પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.

આ ખૂબ જ જૂનો ફોટો છે, જેમાં અમરીશ પુરી તેના પરિવાર સાથે જોવા મળે છે. તેમની પુત્રીનું નામ નમ્રતા પુરી છે. આ ફોટામાં પણ નમ્રતા ખૂબ જ સુંદર લાગે છે. હવે નમ્રતા મોટી થઈ ગઈ છે અને તે બૉલિવુડની ચમકથી દૂર છે. નમ્રતા સાદું જીવન જીવે છે. નમ્રતાએ સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તાજેતરમાં સૉફ્ટવેર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. નમ્રતા માત્ર તેના નામે જ નહીં, પણ તેની સુંદરતામાં પણ સુંદર છે. પોતાને ટીવી અને ફિલ્મોથી દૂર રાખવા છતાં તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઍક્ટિવ રહે છે. થોડા સમય પહેલાં નમ્રતાએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શૅર કર્યા હતા, જે વાયરલ પણ થયા હતા. તેના ચાહકો હંમેશાં તેને બૉલિવુડમાં કામ કરવા માટે વિનંતી કરે છે, પરંતુ હજુ પણ નમ્રતાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

શોલે’ના વિલન સાંભાની બંને દીકરી છે સુડોળ અને સુંદર, એક હૉલિવુડમાં તો બીજી બૉલિવુડમાં; ઓળખો ફિલ્મોના વિલનની બીજી પેઢીને

તમને શું લાગે છે કે નમ્રતા એ બૉલિવુડમાં કામ કરીને પોતાના પિતાનું નામ રોશન કરવું જોઈએ?

 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
 Shah Rukh Khan King Release Countdown – ‘કિંગ’ની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ, દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ક્રિપ્ટિક પોસ્ટે ચાહકોની આતુરતા વધારી 
Ramayana OTT Release Pay Per View – થિયેટરોમાં ₹1,700 કરોડનો રેકોર્ડ તોડ્યા બાદ હવે આ OTT પ્લેટફોર્મ પર આવશે ‘રામાયણ’, સબ્સ્ક્રિપ્શન છતાં અલગથી ખર્ચવા પડશે રૂપિયા
Exit mobile version