ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ 2022
શુક્રવાર
અનન્યા પાંડે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગહેરાઈયા'ની સફળતાનો આનંદ માણી રહી છે. આ ફિલ્મમાં અનન્યાની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. ચર્ચા છે કે અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે.બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંને લંચ-ડિનર અને હોલિડે પર સાથે જોવા મળ્યા છે. ઈશાને અનન્યાને તેના ભાઈ શાહિદ કપૂરના જન્મદિવસની પાર્ટીમાં પણ આમંત્રણ આપ્યું હતું. અનન્યાએ તેના સંબંધ વિશે સ્પષ્ટતા તો નથી કરી પરંતુ ઈશારામાં જણાવ્યું છે.
એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન, જ્યારે એક ચાહકે અનન્યા પાંડેને પૂછ્યું કે શું તે સિંગલ છે, તો અભિનેત્રીએ પહેલા તો એવી પ્રતિક્રિયા આપી કે જાણે તેણે કંઈ સાંભળ્યું ન હોય, પરંતુ પછી કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. જ્યારે અન્ય એક ચાહકે પૂછ્યું કે તેનો ફેવરિટ કો-સ્ટાર કોણ છે, તો અભિનેત્રીએ વિલંબ કર્યા વિના ઈશાન ખટ્ટરનું નામ લીધું. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે તેના તમામ પુરૂષ કો-સ્ટાર્સ અદ્ભુત છે. તે ફરીથી સિદ્ધાંત ચતુર્વેદી સાથે 'ખો ગયે હમ કહાં'માં કામ કરી રહી છે.તાજેતરમાં અનન્યા પાંડે શાહિદ કપૂરના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળી હતી. બાદમાં શાહિદે તેની બર્થડે રીલમાં અનન્યા અને શાહિદની ક્યૂટ તસવીર શેર કરી હતી. આ બંનેને સાથે પાર્ટી કરતા જોઈને ચાહકો ખુશ થઈ ગયા. અનન્યા પાંડેએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'મેં અને ઈશાને ફિલ્મ 'ગહેરાઈયા' એકસાથે જોઈ હતી.મને લાગે છે કે તે એમેઝોન પર તેને ફરીથી જોઈ રહ્યો છે. સિનેમા અને અભિનય બાબતે મારા પર તેમનો ઘણો પ્રભાવ છે. તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ મધુર અને સહાયક છે. હું ઘણા પ્રેમથી ઘેરાયેલી છું, તેથી હું ખૂબ આભારી છું.’
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે ફિલ્મ 'ખલી-પીલી'માં સાથે કામ કર્યું હતું. 2020માં રિલીઝ થયેલી આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી પરંતુ અનન્યા અને ઈશાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.ત્યાર થી જ આ બંનેના ડેટિંગ વિશે ચર્ચા થઇ રહી છે. હવે આ સંબંધ માં કેટલી સચ્ચાઈ છે તે તો આ બંને સ્ટાર્સ જ જણાવી શકશે.