ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે. હાલમાં જ તેની ફિલ્મ 'ગહેરાઈયા' રીલિઝ થઈ છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે અભિનેત્રી દરેક જગ્યાએ છવાયેલી છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેને લોકો ન માત્ર પસંદ કરી રહ્યા છે પરંતુ તેના ફોટા પર ટિપ્પણી પણ કરી રહ્યા છે. અભિનેત્રી સાથે જોડાયેલા વધુ એક સમાચાર આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે અભિનેત્રી અનન્યા પાંડે હવે હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો હાથ અજમાવવા માંગે છે. તેના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી અનન્યાએ સ્પાઈડર મેન એક્ટર જેન્ડયા વિશે વાત કરી અને કહ્યું કે તે પણ તેની જેમ કામ કરવા માંગે છે.હું તેમના જેવું પાત્ર ભજવીને કંઈક નવું કરવા માંગુ છું. આ સાથે અનન્યા પાંડેએ કહ્યું કે, જો તેને આગામી સમયમાં હોલીવુડમાં કામ કરવા માટે ઓડિશન આપવું પડશે તો તે ચોક્કસ આપશે.અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, દુનિયાભરમાં કામ કરવાની તક મળવી એ ખૂબ મોટી અને મજાની વાત છે. એટલા માટે તે હવે હોલીવુડમાં પણ કામ કરવા માંગે છે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી આ સમયે ખૂબ જ વ્યસ્ત છે. અનન્યા પાંડે તેની આગામી ફિલ્મો 'લિગર' અને 'ખો ગયે હમ કહાં' માટે પણ ચર્ચામાં છે. ‘લિગર’ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે જોવા મળશે અને આ પહેલીવાર હશે જ્યારે તે વિજય દેવરકોંડા એટલે કે અર્જુન રેડ્ડી સાથે સ્ક્રીન શેર કરશે અને આ ફિલ્મથી વિજય દેવેરકોંડા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. સાથે જ જોવાનું એ રહેશે કે તેમની આ ફિલ્મ લોકોને કેટલી પસંદ આવે છે.આ સાથે અનન્યા તેની અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા અને ઈશાન ખટ્ટર એકબીજાને ડેટ કરી રહ્યા છે.