News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નવોદિત અભિનેત્રી અનન્યા પાંડે (Ananya pandey)તેની સુંદરતા માટે જાણીતી છે. અનન્યા અવારનવાર પોતાના ફોટો-વિડિયો સોશિયલ મીડિયા (social media)પર શેર કરતી રહે છે. હાલમાં જ અનન્યાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં અનન્યા પાંડે તેના કિલર લુક સાથે તબાહી મચાવી રહી છે.
હાલમાં જ અનન્યા પાંડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram)પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં અનન્યા ખુબજ ગ્લેમરસ લાગી રહી છે. અનન્યા પાંડેની આ તસવીરોમાં તેણે ક્રોપ ટોપ અને સ્કર્ટ (skirt)પહેર્યું છે. જે તેને ખૂબ જ સૂટ થાય છે.
આ તસવીરો માં અનન્યા નો ટ્રેડિશનલ લૂક(traditional look) જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેને લગાવેલી બિંદી તેના લૂક માં ચાર ચાંદ લગાવી રહી છે.
સ્ટુડન્ટ ઑફ ધ યર 2 ફિલ્મથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ (Ananya debut)કરનાર અનન્યા પાંડે બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા ચંકી પાંડેની (Chunky Pandey)પુત્રી છે. અનન્યા સુંદરતાના મામલામાં કોઈથી ઓછી નથી.