ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર
બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર આ દિવસોમાં જર્મનીમાં છે અને તેણે આ પ્રવાસનો છેલ્લો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનિલ કપૂરે ખુલાસો કર્યો છે કે આજે તેની સારવારનો છેલ્લો દિવસ છે અને તે ડૉક્ટરને મળવા જઈ રહ્યો છે.
વીડિયોમાં અનિલ કપૂર કાળો કોટ પહેરેલો જોવા મળે છે, વીડિયોના કેપ્શનમાં અનિલ કપૂરે લખ્યું, 'બરફ પર પરફેક્ટ વોક. જર્મનીમાં છેલ્લો દિવસ. મારી છેલ્લી સારવાર માટે ડૉ. મુલરને મળવા જવું છે. તેને અને તેના જાદુઈ સ્પર્શ માટે આભાર.'
અનિલ કપૂર સુંદર બરફવર્ષા વચ્ચે જર્મનીના રસ્તાઓ પર ચાલતો જોવા મળે છે. પરંતુ અનિલ કપૂર દ્વારા જે ખુલાસો થયો છે કે તે સારવાર માટે જર્મની ગયો છે તે લોકોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. સામાન્ય રીતે સ્ટાર્સ કોઈ મોટી બીમારીની સારવાર માટે વિદેશ જતા હોય છે. અભિનેતાના વિદેશ જવાથી ચાહકો ખૂબ જ પરેશાન છે.
કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફર શિવ શંકર નો તમામ મેડીકલ ખર્ચ સોનું સુદ ઉઠાવશે
અનિલ કપૂરના તમામ ચાહકોએ કોમેન્ટ કરીને પૂછ્યું છે કે તેઓ શું સારવાર માટે જર્મની ગયા છે. અભિનેતાએ હજી સુધી કોઈપણ કોમેન્ટ નો જવાબ આપ્યો નથી. પરંતુ જોવાનું એ રહેશે કે પીઢ અભિનેતા આ સવાલનો જવાબ ક્યાં સુધી આપે છે. કારણ કે ચાહકોમાં અનિલ કપૂરના સ્વાસ્થ્યને લઈને ચિંતા સતત વધી રહી છે.