ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
સિરિયલ ‘અનુપમા’માં વનરાજ અને અનુપમાને વીસ લાખ રૂપિયા ટૅક્સ ચૂકવવાનો છે, જેને લઈને આખો પરિવાર પરેશાનીમાં છે. જ્યાં બીજી તરફ અનુપમાના છોકરાઓ એકબીજા સાથે લડવામાં લાગેલા છે. તોષુ ઘર છોડીને જવા માગે છે, જ્યારે પાખીને કોઈ પસંદ નથી. જાણો આજે રાત્રે શું થશે ‘અનુપમા’ના એપિસોડમાં.
ઑગસ્ટ મહિનામાં ઘણી હિન્દી ફિલ્મો થિયેટર અને ઑનલાઇન રિલીઝ થવાની હરોળમાં; જાણો એ ફિલ્મો વિશે
આવનારા એપિસોડમાં તમે જોશો કાવ્યા વનરાજને કૉફી ડેટ પર જવા માટે કહેશે. જ્યાં કાવ્યાના દોસ્તો પણ હશે. કાવ્યાના એક દોસ્તને વનરાજ લોન માટે પૂછશે અને કાવ્યાની દોસ્ત તેને મદદ કરવા માટે તૈયાર થઈ જશે. ઘરે પાછા ફરતી વખતે વનરાજ કાવ્યાની વચ્ચે જોરદાર ઝઘડો થશે. કાવ્યા વનરાજને ખરીખોટી સંભળાવશે, સાથે જ કાવ્યા વનરાજને કહેશે કે તેણે દોસ્ત પાસે ભીખ માગી. કાવ્યા વનરાજને કહેશે કે તને મારો પતિ કહેવામાં મને શરમ આવે છે. ત્યાં બીજી તરફ અનુપમા ડાન્સ એકૅડેમીથી પાછી ઘરે આવશે ત્યારે જોશે કે તેનો પરિવાર વિખેરાઈ ગયો છે. તેનો દીકરો અને દીકરી બંને તેનાથી નજર ફેરવી લેશે. દીકરી પાખી અનુપમાને દરેક વાત માટે જવાબદાર ઠરાવશે. આ બધી વાતો વિચારીને અનુપમા હારી જશે અને રડવા લાગશે. જેને જિગ્નેશ સાંત્વના આપશે. આ બધાની વચ્ચે પાખી બા-બાપુજી સાથે પણ ઝઘડશે અને કહેશે કે તે લોકો હંમેશાં તેને જ વઢે છે. પારિતોષ ઘરમાં પાખીનો રવૈયો જોઈને એક વાર ફરી ગુસ્સે થઈ જશે. પારિતોષ અનુપમાને આ બધા માટે જવાબદાર ઠરાવશે અને કહેશે કે બા-બાપુજી પણ હંમેશાં અનુપમાનું જ સમર્થન કરે છે. પાખી આની વચ્ચે અનુપમાને મહાન અનુપમાજી કહીને બોલાવશે. કાવ્યા ત્યારે જ ઘરે પહોંચશે. કાવ્યા પાખીને સપોર્ટ કરશે. વનરાજને ઘરે ચાલી રહેલી લડાઈ જોઈને શૉક લાગશે. પારિતોષ કહેશે કે હવે રોજરોજના ઝઘડાઓથી તેને ઘરમાં ગૂંગળામણ અનુભવે છે. ત્યારે અનુપમા પારિતોષને કહે છે કે જો તને આટલી જ તકલીફ હોય તો તે ઘર છોડીને જતો રહે અને પેન્ટહાઉસમાં જઈને રહે. ઘરમાં ચાલી રહેલું ઘમસાણને જોઈને કાવ્યા ખુશ છે. હવે જોવાનું રહેશે કે અનુપમા પોતાના પરિવાર વચ્ચે ચાલી રહેલી લડાઈ કઈ રીતે શાંત કરશે?