ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર
આ દિવસોમાં સિરિયલ 'અનુપમા' દરરોજ ધમાકેદાર એપિસોડ સાથે દર્શકોનું મનોરંજન કરી રહી છે. ટીઆરપીના મામલામાં પણ અનુપમા સિરિયલ આ દિવસોમાં સૌથી આગળ છે. ‘અનુપમા’ સિરિયલમાં ફરી એકવાર લવ સ્ટોરીનો એન્ગલ જોવા મળશે. અનુપમા અને અનુજની લવસ્ટોરી એક બાજુથી શરૂ થવાની છે. બીજી તરફ વનરાજ અને કાવ્યાની હેટ સ્ટોરી શરૂ થશે. વનરાજને ગુસ્સો છે કે કાવ્યાએ તેને દગો આપીને તેનું ઘર છીનવી લીધું છે. વનરાજનું સપનું છે કે તેને એક સફળ બિઝનેસમેન બનવું છે. વનરાજનું અભિમાન ફરી એકવાર તેને પડકારે છે. વનરાજ પછી અનુપમાને કહે છે કે તે કઈ પણ કરી ને સફળ બની ને રહેશે. વનરાજના શબ્દો સાંભળીને અનુપમા ફરી એકવાર ડરી જાય છે કે તે કોઈ ખોટા રસ્તે ન જાય.
અનુપમાના આગામી એપિસોડ્સમાં, અનુજ જોશે કે અનુપમા ના વર્તનમાં થોડો ફેરફાર થયો છે. જ્યારથી બાપુજીએ અનુપમાને સમજાવ્યું છે કે તેણે અનુજ માટે તેના દિલના દરવાજા ખોલવા જોઈએ, ત્યારથી અનુપમા વિચારતી હતી. અનુપમા જ્યારે પણ અનુજની સામે જતી ત્યારે તે તેની સામે એક જ નજરે જોતી રહેતી. એટલું જ નહીં, ઓફિસમાં કામ દરમિયાન અનુજ તેની સાથે વાત કરે તો પણ તે તેને જોતી જ રહે છે. બીજી તરફ, કાવ્યા એ વાતથી નારાજ છે કે ઘર મળ્યા પછી પણ તેનો પરિવાર અપનાવી નથી રહ્યો. દરેક વ્યક્તિ એ તેનાથી દુરી બનાવી ને રાખી છે.
સિરિયલના પ્રિકેપમાં અનુપમા મંદિરમાં દીવો પ્રગટાવતી જોવા મળશે. કાવ્યા આવશે અને અનુપમા ને બૂમો પાડવા માંડશે કે તેની હિંમત કેવી રીતે થઈ એના ઘરે આવીને દીવો પ્રગટાવવાની. અનુપમા આના પર કાવ્યાને યોગ્ય જવાબ આપતી જોવા મળશે. અનુપમાના આગામી એપિસોડમાં દર્શકોને ઘણો ડ્રામા જોવા મળશે.