ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
સ્ટાર પ્લસની સિરિયલ ‘અનુપમા’ની વાર્તા આ સપ્તાહથી નવો વળાંક લેવા જઈ રહી છે. છેલ્લા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમાનો દીકરો પારિતોષ લડ્યા પછી ઘર છોડી ગયો છે. કિંજલ પણ તેની સાથે જતી હતી, પરંતુ છેલ્લી ક્ષણે તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે કિંજલ શાહ હાઉસમાં રહે છે અને પારિતોષ તેની સાસુના પેન્ટ હાઉસમાં રહે છે.
‘અનુપમા’નો આગામી એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. અનુપમા અને વનરાજ ટૅક્સ ભરવા માટે 20 લાખ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવશે. દરમિયાન, સમરને સારી નોકરીની ઑફર મળશે. સમર ઘર છોડવા નથી માગતો, પરંતુ અનુપમા સહિત અન્ય લોકો તેને તેનાં સપનાં પૂરાં કરવા માટે કહેશે. સમર કહેશે કે તે તેના પરિવારને છોડવા નથી માગતો. સમરની વાત સાંભળીને કાવ્યા તેને ટોણો મારશે. બીજી બાજુ કિંજલના બૉસ ધોળકિયા તેને પોતાની કૅબિનમાં બોલાવશે અને તેની સાથે વિચિત્ર વર્તન કરશે. ધોળકિયા કિંજલને કહેશે કે તે તેની એકલતાને દૂર કરી શકે છે. જેમ કાવ્યા અને વનરાજ એકબીજા સાથે છે, એવી જ રીતે આપણે બંને સાથે રહી શકીએ છીએ.
નવ્યા નવેલી નંદાએ કરી નાના અમિતાભ બચ્ચન સાથે મજાક; વાયરલ વીડિયો જોઈને નહીં રોકી શકો તમે હસી
ધોળકિયાની વાત સાંભળીને કિંજલના પગ નીચેથી જમીન સરકી જશે. કિંજલ રડતી-રડતી ઘરે પાછી આવશે. કિંજલને રડતી જોઈને અનુપમા અને વનરાજ ગભરાઈ જશે. કિંજલ અનુપમાને ગળે લગાવીને ખૂબ રડશે. કિંજલની આંખોમાં આંસુ જોઈને અનુપમા તેને સવાલ પૂછશે પણ કિંજલ કંઈ કહેશે નહીં. બૉસના ગેરવર્તનને કારણે કિંજલ નોકરી છોડી દેશે અને કાવ્યાને એ જ નોકરી મળશે. કિંજલને જલાવવા માટે કાવ્યા ઘરમાં બધાને કહેશે કે કિંજલે છોડેલા પ્રોજેક્ટ માટે તેને ધોળકિયાએ હાયર કરી લીધી છે. કિંજલ અસ્વસ્થ થઈ જશે અને પછી તે અનુપમાને બધું કહેશે.