ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર
રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર સિરિયલ 'અનુપમા'ની વાર્તા દરેક પસાર થતા દિવસે નવો વળાંક લઈ રહી છે. ટીઆરપીમાં પણ અનુપમા સિરિયલે તમામ ડ્રામા શોને પાછળ છોડી દીધા છે. અનુપમા સિરિયલમાં એક મધ્યમ વર્ગીય પરિવારની વાર્તા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં એક વહુ જે હવે દીકરી બનીને પરિવારને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ તેના સપનાને પણ ઉડાન આપવા માંગે છે. અનુપમાના ચાહકોને હવે વાર્તામાં નવો વળાંક જોવા મળશે. જ્યાં કાવ્યાએ શાહ પરિવારને રસ્તા પર લાવવાની વાત કરીને વનરાજનું દિલ દુભાવ્યું છે. બીજી તરફ, અનુપમા ફરી એકવાર શાહ પરિવારને સંભાળીને અનુજનું દિલ જીતી લેશે.
‘અનુપમા’ સિરિયલમાં, બાપુજીને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે અનુપમાના જીવનમાં અનુજનું આવવું કેટલું મહત્વનું છે. બાપુજી એટલે કે હસમુખ શાહ તેમની પુત્રી અનુપમાને કહેશે કે કાન્હાજીએ અનુજને તેના માટે મોકલ્યો છે. અનુજને તારા જીવનમાં મોકલવામાં ભગવાનનો હાથ હતો, પણ તેને હૃદયમાં સ્થાન આપવામાં અનુપમાનો હાથ હશે. બાપુજીની આ બધી વાતો સાંભળીને અનુપમા ચોંકી ઉઠશે. આ પછી અનુપમા મૂંઝવણમાં હશે કે તેણીએ તેના જીવનમાં કયો નવો વળાંક આપવાનો છે.
અનુપમાના ચાહકો માટે ખરાબ સમાચાર, સિરિયલમાં આ ભૂમિકા ભજવનાર અભિનેત્રીનું થયું નિધન ; જાણો વિગત
પરિવાર અને બાળકોની ખુશી માટે વનરાજ ફરી એકવાર પહેલા જેવો વનરાજ બનતો જોવા મળશે. કાવ્યાના કારનામા પછી વનરાજનો કાવ્યા પરથી વિશ્વાસ ઉઠી જશે. તે કાવ્યા સાથે તેવું જ વર્તન કરશે જેવું તે અનુપમા સાથે કરતો હતો. અનુપમાના ચાહકો ફરી એકવાર એ જ મસાલો જોવા જઈ રહ્યા છે પરંતુ એક સુંદર અને નવી લવસ્ટોરી સાથે. આ વખતે સમર-નંદિની અને તોશુ-કિંજલની લવસ્ટોરી નહીં, પરંતુ અનુજ અને અનુપમા ની લવસ્ટોરી જોવા મળશે. અનુપમાના ચાહકો લાંબા સમયથી આ પ્રેમ કહાનીની રાહ જોઈ રહ્યા હતા જે ટૂંક સમય માં તેમને જોવા મળશે.