ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ટીવી સિરિયલ 'અનુપમા'માં દર્શકોને સંપૂર્ણ નાટક જોવા મળી રહ્યું છે. અનુપમાને 40 લાખ રૂપિયા ચૂકવવાના છે અને એ વિચારીને તે ખૂબ જ પરેશાન છે. દરમિયાન તે રાખી દવે પાસે મદદ માગે છે. મદદના બદલમાં રાખીએ અનુપમા સામે એક મોટી શરત મૂકી અને તે સંમત થઈ. અનુપમા પૈસાની સમસ્યા દૂર કર્યા પછી ઘરે પરત આવે છે અને વનરાજ સહિતનો આખો પરિવાર તેને સામાન્ય રીતે વર્તતો જોઈને ચોંકી જાય છે. તે વનરાજને કહે છે કે તેણે 40 લાખની વ્યવસ્થા કરી નાખી છે. કાવ્યા અને શાહ પરિવાર આ વાત માની શકતો નથી. વનરાજ સમરને અનુપમા સાથે વાત કરવા કહે છે.
આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે વનરાજ કાવ્યાને કહે છે કે અનુપમા ઘરની બહાર માત્ર બે જ લોકોને ઓળખે છે જે તેને પૈસા આપી શકે છે. એક રાખી દવે અને બીજી દેવિકા. મને લાગે છે કે રાખી પાસેથી પૈસા લીધા છે, પરંતુ કાવ્યાએ આ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. વનરાજને શંકા છે કે તેણે રાખીની મદદ લીધી હશે. વનરાજ વિચારે છે કે આજે તહેવાર છે અને જો તે ઘરે આવશે તો તેને ખાતરી થશે કે અનુપમાએ રાખી પાસેથી પૈસા લીધા છે. અહીં પરિવારના સભ્યો રાખડીની તૈયારી શરૂ કરે છે. દરમિયાન રાખી દવે ઘરમાં પ્રવેશીને અનુપમા સાથે વાત કરે છે.
મુંબઈ આતંકી હુમલાની પૃષ્ઠભૂમિ પર રચાયેલી વેબસિરીઝ ‘મુંબઈ ડાયરીઝ 26/11’નું ટ્રેલર લૉન્ય થયું
વનરાજની શંકા સાચી નીકળે છે અને અનુપમા જણાવે છે કે તેણે રાખી પાસેથી પૈસા લીધા છે. વનરાજ કહે છે કે તેને નવી મુસીબત લીધી છે. અનુપમા તેને ખાતરી આપે છે કે તે બધી સમસ્યાઓનો સામનો કરશે. હવે જોવાનું રહેશે કે રાખી પરિવાર માટે શું નવું તોફાન લાવે છે.