News Continuous Bureau | Mumbai
ટીવીનો સૌથી લોકપ્રિય શો અને TRP રેન્કિંગમાં હંમેશા ટોપ પર રહેતા ‘અનુપમા’ વિશે એક જબરદસ્ત સમાચાર સામે આવી રહ્યા છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ ટીવી શો ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર શરૂ થવા જઈ રહ્યો છે. સીરિયલની પ્રિક્વલ OTT પર જોવા મળશે. આ સારા સમાચારની સાથે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, હાલમાં શોમાં જોવા મળેલા ઘણા સ્ટાર્સ OTT પર આવનાર અનુપમાની પ્રિક્વલમાં જોવા નહિ મળે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ગૌરવ ખન્ના, મદાલસા શર્મા, આશિષ મલ્હોત્રા, પારસ કલનાવત, નિધિ શાહ સહિત કેટલાક અન્ય સ્ટાર્સ OTT પર આવતા શોમાં જોવા મળશે નહીં. જોકે, મેકર્સે શોની પ્રીક્વલમાં દર્શકોની સામે ડબલ ડોઝ આપવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે ટીવી શોમાં અનુપમાનું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલીના જીવનમાં અનુજ એટલે કે ગૌરવ ખન્નાએ એન્ટ્રી કરી છે, પરંતુ ગૌરવ OTT શોમાં જોવા મળશે નહીં. સીરિયલમાં કાવ્યા ની ભૂમિકા ભજવતી મદાલસા શર્મા પણ OTT પ્રિક્વલમાં જોવા મળશે નહીં. તમને જણાવી દઈએ કે અનુપમા અને વનરાજની વાર્તા પ્રીક્વલમાં જણાવવામાં આવશે. તેઓ કેવી રીતે મળ્યા, તેમના લગ્ન કેવી રીતે થયા અને તેઓએ તેમના જીવનની શરૂઆત કેવી રીતે કરી. અનુપમાને યંગ એજ તરીકે પણ બતાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : અભિષેક બચ્ચનની આ અભિનેત્રી સાથે થઇ છેતરપિંડી, બિઝનેસમેન પર 4 કરોડની ઠગાઈ નો લગાવ્યો આરોપ
તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી ટીવી સીરિયલ અનુપમામાં લીડ રોલ કરી રહી છે. રૂપાલીએ લગ્ન પછી કામમાંથી બ્રેક લીધો અને પછી અનુપમા સાથે બીજી ઇનિંગ શરૂઆત કરી. તેમની આ સિરિયલ શરૂ થતાં જ તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. તસ્નીમ શેખ આ શોમાં રાખી દવેનું પાત્ર ભજવી રહી છે. જ્યારે અનેરી વજાની અનુજની બહેન બની છે, જ્યારે નિધિ શાહ સિરિયલમાં કિંજલનું પાત્ર ભજવી રહી છે.વધુ માં જણાવવાનું કે રૂપાલી ગાંગુલી ટીવી સીરિયલ અનુપમામાં સૌથી વધુ ફી મેળવી રહી છે. રૂપાલી પ્રતિ એપિસોડ 3 લાખ રૂપિયા લે છે. તેની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં થઈ છે.