ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
ટીવી પર બાળકોના સુપરહીરો 'બાલવીર'એ વર્ષો સુધી લોકોનું મનોરંજન કર્યું. આજે પણ આ શોની ક્લિપિંગ્સ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. આ શોમાં અમે ઘણા બાળકોને એક્ટિંગ કરતા જોયા. પરંતુ હવે આ શોમાં જોવા મળેલી છોકરીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ છોકરી બીજી કોઈ નહીં પણ અનુષ્કા સેન છે. જેણે પોતાના ગ્લેમરસ શૂટ બાદ હવે ક્યૂટનેસનો ટેગ હટાવી દીધો છે અને બોલ્ડ લેડી બની ગઈ છે.
આ દિવસોમાં અનુષ્કા માલદીવમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તેને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે . હવે અચાનક અનુષ્કાએ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.
આ તસવીરો માં અનુષ્કા મોનોકની પહેરી ને પૂલ માં મસ્તી કરવા જોવા મળી રહી છે.મોનોકની સાથે ખુલ્લા વાળ અને ડાર્ક શેડેડ લિપસ્ટિક માં અનુષ્કા ખુબજ સુંદર લાગી રહી છે.
અનુષ્કા સેને તાજેતરમાં જ રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'માં ભાગ લીધો હતો.તેને તેની અસલી ઓળખ વર્ષ 2012માં આવેલા શો 'બાલવીર'થી મળી હતી. આ શોમાં તે બાલવીરની સહયોગી મેહરની ભૂમિકામાં જોવા મળી હતી.