ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
બૉલિવુડ અભિનેતા અરશદ વારસી આજકાલ પોતાના લુક માટે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ અરશદે અદ્ભુત પરિવર્તન કર્યું છે. અરશદનું પરિવર્તન પ્રખ્યાત કુસ્તીબાજ જૉન સીનાને પણ ગમ્યું છે. જૉન સીનાએ ઇન્સ્ટાગ્રામ પર અરશદની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં અરશદ શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. અરશદની આ તસવીર સોશિયલ મીડિયા પર વધુ ને વધુ વાયરલ થઈ રહી છે.
જૉન સીના પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી તસવીરો શૅર કરતો રહે છે. ભારતીય સેલેબ્સ માટે તેને પ્રેમ છે. હવે તાજેતરમાં ફરી એક વાર જૉન સીનાએ ભારત માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. જૉન સીનાએ અરશદની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં અરશદનું પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો તેના શરીરની સરખામણી જૉન સીનાના શરીર સાથે પણ કરી રહ્યા છે. તસવીર શૅર કરતી વખતે જૉન સીના કૅપ્શનમાં કશું લખતો નથી. આ પહેલાં જૉન સીનાએ સિદ્ધાર્થ શુક્લાના નિધન પર પોતાની તસવીર શૅર કરી હતી.
આલિયા ભટ્ટ ફરી આવી વિવાદમાં : સામાન્ય જ્ઞાન તો જાણે નથી જ, પણ ભારતના રીતિ-રિવાજ પર આંગળી ઉઠાવી.
જણાવી દઈએ કે અરશદ વારસીને અભિનેતા તરીકેનો પહેલો બ્રેક ફિલ્મ ‘તેરે મેરે સપને’થી મળ્યો હતો. અગાઉ, તેણે ‘આગ સે ખલેંગે’માં નૃત્યાંગના તરીકે નાનો દેખાવ આપ્યો હતો. અરશદે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં તેનું પાત્ર દર્શકોને ગમ્યું. અરશદે ફિલ્મમાં સર્કિટનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે તેને કૉમેડી અભિનેતા તરીકે પણ સ્થાપિત કર્યો હતો. આ ભૂમિકાને કારણે તેને ‘ગોલમાલ’ જેવી ફિલ્મો પણ મળી હતી. તે લાંબા સમયથી ફિલ્મોમાં દેખાયો નથી. જોકે તેણે વેબ સિરીઝ 'અસુર'માં શાનદાર અભિનય કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.