ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળી ગયા છે. જોકે ગુરુવા૨ે કોર્ટમાંથી ઑર્ડ૨ની કૉપી ન મળવાથી તેને જેલમાંથી ૨જા મળી નથી, ત્યા૨ે આજ સાંજ પહેલાં આર્યનને જેલમાંથી છુટકા૨ો મળી જાય એ માટે તેના વકીલો દોડાદોડ ક૨ી ૨હ્યા છે. બૉમ્બે હાઈ કોર્ટે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા બાદ આજે તેના જામીનનો આદેશ જારી કર્યો છે. આર્યનને એક લાખ રૂપિયાની જામીન પર જામીન આપવામાં આવ્યા છે.
આર્યન ખાન ડ્રગ્સની પ્રવૃત્તિ જેવી કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં, જેના આધારે NCB દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આર્યન પરવાનગી વિના દેશ છોડશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું છે કે પાસપૉર્ટ તાત્કાલિક વિશેષ કોર્ટને સોંપવામાં આવે. દર શુક્રવારે સવારે 11.00થી 2.00 વાગ્યાની વચ્ચે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સમક્ષ હાજર થવું પડશે. આર્યન કેસમાં તેના સહઆરોપી સાથે અથવા કેસ સાથે પ્રત્યક્ષ કે આડકતરી રીતે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરી શકશે નહીં. જો તેઓએ મુંબઈની બહાર મુસાફરી કરવી હોય તો તપાસ અધિકારીઓને તેમનો પ્રવાસ કાર્યક્રમ આપવો પડશે. જો કોઈ પણ શરતનું ઉલ્લંઘન કરવામાં આવે તો NCB જામીન રદ કરવા માટે સીધા જ સ્પેશિયલ જજને અરજી કરવાને હકદાર છે.
સ્ટેમ્પ કલેક્શન કરનારા માટે ખુશ ખબર, સૌથી જૂના આ સ્ટેમ્પની થશે હરાજી; જાણો વિગતે
23 વર્ષીય આર્યન ખાન હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં સેન્ટ્રલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. જામીન મળ્યા બાદ આર્યનના વકીલોની ટીમ હવે શુક્રવાર સુધીમાં તેની મુક્તિ માટેની ઔપચારિકતા પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. 2 ઑક્ટોબરે મુંબઈ કિનારે એક ક્રૂઝ શિપ પર NCBના દરોડા પછી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી.