ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન આજકાલ હેડલાઇન્સમાં છે. ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) ઍક્ટની કલમ 8 (C), 20 (B), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન પર સુનાવણી આજે (14 ઑક્ટોબર) કોર્ટમાં થવાની છે. દરરોજ આર્યન ખાન સાથે સંબંધિત નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. આ એપિસોડમાં એક બીજી વાત સામે આવી છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
નટુ કાકા ની જેમ બોલિવૂડના આ સ્ટાર્સના પણ અંતિમ સંસ્કાર મેકઅપ સાથે થયા હતા જાણો તે સ્ટાર્સ વિશે
એક વેબસાઇટે એના એક અહેવાલમાં લખ્યું છે કે, 'બહાર આવી રહેલી માહિતી મુજબ આર્યન ખાન આર્થર રોડ જેલમાં ગયા પછી યોગ્ય રીતે ખાઈ શકતો નથી.' તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિપૉર્ટ અનુસાર આર્યન ખાન આ સમયે માત્ર બિસ્કિટ અને પાણી લઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર આર્યન અને તેના મિત્રો જેલનું ભોજન પણ જોઈ શકતા નથી. આ જેલમાં આવતા સમયે આર્યન ખાને પાણીની 12 બોટલ લીધી હતી, જેમાંથી હવે માત્ર ત્રણ જ બાકી છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન કસ્ટડીમાં આવ્યો ત્યારથી પિતા શાહરુખની પણ ઊંઘ ઊડી ગઈ છે. તેઓ યોગ્ય રીતે ખાઈ-પી પણ નથી રહ્યાં.