ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01 માર્ચ 2022
મંગળવાર
ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાનનું જીવન ફરી એકવાર પાટા પર આવી ગયું છે. આર્યન ખાન હાલમાં જ આઈપીએલની પ્રી ઓક્શન ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. હવે આર્યન તેના ખાસ મિત્રો અહાન શેટ્ટી અને જાહ્નવી કપૂર સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. આર્યન ખાનનો પાર્ટી નો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
આર્યન ખાન રવિવારે સાંજે તેના ફ્રેન્ડ ની પાર્ટી માટે બહાર ગયો હતો. આર્યન ખાને સફેદ કલરની ટી-શર્ટ પહેરી છે. આર્યન ખાન ઉપરાંત જાહ્નવી કપૂરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. તે સ્ટ્રેપી બ્લેક મિડી ડ્રેસમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો. આર્યન ખાન ફોટોગ્રાફર્સની સામે કારમાં બેઠો હતો. જ્યાં અહાન શેટ્ટીએ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા. તે જ સમયે, જાહ્નવી કપૂર તેના મિત્રની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટે ઉતાવળમાં હતી.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે બદલ્યા સુર, આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ને લઈ ને કહી આ વાત
આર્યન ખાન ટૂંક સમયમાં લેખક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર આર્યન ખાન વેબ સિરીઝ અને ફિચર ફિલ્મ માટે કામ કરશે. તે તેના પિતાના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવશે. જો બધું બરાબર રહ્યું તો આર્યન ખાનની આ OTT સિરીઝ આ વર્ષે રિલીઝ થઈ શકે છે. આર્યન ખાનની આ વેબ સિરીઝ એક ફેન્સ પર આધારિત હશે. આ ઉપરાંત બિલાલ સિદ્દાકી સહ લેખક તરીકે કામ કરી રહ્યા છે.આર્યન ખાન અગાઉ તેની બહેન સુહાના ખાન સાથે IPL 2022 પ્રી-ઓક્શન ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આર્યન તેના પિતાની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળ્યો હતો.