ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બોમ્બે હાઇકોર્ટે આજે જામીન ઓર્ડરની ડિટેલ કોપી જાહેર કરી દીધી છે.
જામીન ઓર્ડરમાં હાઈકોર્ટે જણાવ્યું કે આર્યન ખાનના મોબાઈલ ફોનની વોટ્સએપ ચેટ પરથી ખુલાસો થયો છે કે એવું કંઈ વાંધાજનક મળ્યું નથી જે દર્શાવતું હોય કે આર્યન સહિતના આરોપીઓએ ગુનાનું ષડયંત્ર રચ્યું હોય.
આ ચાર્જશીટમાં એ પણ માનવામાં આવ્યું છે કે NDPS અધિનિયમની કલમ 67 હેઠળ NCB ના આર્યન ખાને જે ઇકબાલિયા નિવેદન આપ્યું હતું, તે ફક્ત તપાસના ઉદ્દેશ્યો માટે માની શકાય છે.
આ નિવેદનને કોઇ ટૂલની માફક સાબિત કરવા માટે ઉપયોગ ન કરી શકાય કે આરોપી NDPS અધિનિયમ હેઠળ ગુનો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી. તેમની પર મુંબઈથી ગોવા જનાર ક્રૂઝની ડ્રગ પાર્ટીમાં સામેલ થવાનો આરોપ લગાવાયો હતો.