ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ 'આશ્રમ' હજુ પણ લોકોના મનમાં જીવંત છે. લોકોએ શ્રેણીના દરેક પાત્ર પર પ્રેમની વર્ષા કરી છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ શ્રેણીમાં તમામ કલાકારોએ શાનદાર કામ કર્યું છે, પરંતુ 'પમ્મી પહેલવાન'ની વાત જ જુદી છે. અદિતિ પોહનકરે ‘આશ્રમ’માં 'પમી પહેલવાન'ની ભૂમિકા ભજવી હતી. તેના અભિનયનાં ખૂબ વખાણ થયાં હતાં. આજે અમે તમને તેની જીવનશૈલી વિશે જણાવીશું.
અદિતિ પોહનકરને કોઈ ઓળખની જરૂર નથી. તેણે હિન્દી, મરાઠી અને તામિલ ફિલ્મોમાં જબરદસ્ત કામ કર્યું છે. આજે અદિતિ પાસે કરોડોની સંપત્તિ છે. અહેવાલો અનુસાર ‘આશ્રમ’ની 'પમી પહેલવાન' લગભગ 67 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. રિપૉર્ટ અનુસાર અદિતિની નેટવર્થ 9 મિલિયન ડૉલરની નજીક છે.’આશ્રમ’ રિલીઝ થયા બાદ અદિતિ પોહનકરની જીવનશૈલી બદલાઈ હોવાનું કહેવાય છે. હવે તે ફિલ્મો અને જાહેરાતો માટે મોટી રકમ લે છે.
આપને જણાવી દઈએ કે અદિતિ પોહનકરે તેની અભિનય કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મ 'લવ સેક્સ ઓર ધોકા’ (2010)થી કરી હતી અને એ પછી 2011માં તે મરાઠી ફિલ્મ 'કુણાસાથી કુનીતારી'માં પણ જોવા મળી હતી. અદિતિએ ‘આશ્રમ’ પહેલાં નેટફ્લિક્સ પર 'SHE' શ્રેણીમાં કામ કર્યું હતું.