News Continuous Bureau | Mumbai
બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) હવે બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ (expensive film) કરવા જઇ રહ્યો છે. બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય અને ટાઇગર શ્રોફ (Tiger shroff)ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' (Bade miyan chote miyan)માં સાથે દેખાશે.આ પહેલીવાર હશે જ્યારે અક્ષય અને ટાઈગર (Akshay-Tiger) એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. થોડાક સમય પહેલા જ બન્નેએ પોતાની આ એક્શન થ્રિલર ફિલ્મનુ એલાન કર્યુ હતુ, હવે રિપોર્ટ છે કે અક્ષય અને ટાઇગરની આ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે.
ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' (Bade miyan chote miyan)નુ શૂટિંગ આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે, અલી અબ્બાસ જફરના (Ali abbas jafar) નિર્દેશનમાં બનવા જઇ રહેલી આ ફિલ્મ બિગ બજેટ ડ્રામા ફિલ્મ (drama film)હોઇ શકે છે. 'બડે મિયાં છોટે મિયાં'નુ પ્રૉડક્શન કૉસ્ટ લગભગ ૧૨૦ કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવી રહ્યું છે. એક અંગ્રેજી વેબસાઇટના રિપોર્ટ અનુસાર, ફિલ્મનુ ટૉટલ બજેટ ૩૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જાે આમ થયુ તો આ બૉલીવુડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનશે.
આ સમાચાર પણ વાંચો: શાહરૂખ ખાને તેના બંગલા ‘મન્નત’ ની નવી નેમ પ્લેટ પાછળ અધધ આટલા લાખ રૂપિયા! કિંમત સાંભળીને ચોંકી જશો તમે
રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનુ પ્રી પ્રૉડક્શન (pre production) કામ શરૂ થઇ ચૂક્યુ છે, જાેકે અક્ષય અને ટાઇગરના (Akshay-Tiger)સ્ટન્ટ સીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ્સ છે કે, ફિલ્મી સ્ક્રીપ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ગોવિંદાની (Govinda) ઓરિજીનલ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'થી બિલકુલ અલગ બતાવવામાં આવી રહી છે.આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થઇ શકે છે. નિર્માતા નો દાવો છે કે આ સૌથી મોટી એક્શન એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ (action entertainment film)હશે.આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.