ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર
‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા શોને કારણે ભારતીય શ્રેણી ઉચ્ચ સ્તરે પહોંચી છે. આ લિસ્ટમાં ‘ભાભીજી ઘર પર હૈ’ પણ સામેલ થઈ ગઈ છે કારણ કે આ સિરીઝમાં એક અલગ પ્રકારની કોમેડી બતાવવામાં આવી છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.આસિફ શેખે તાજેતરમાં જણાવ્યું હતું કે કેવી રીતે શરૂઆતમાં તે લોકો માટે આ શો એક મોટા જુગાર જેવો હતો પરંતુ પાછળથી સખત મહેનત રંગ લાવી. આસિફ શેખ શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં વિભૂતિ નારાયણ મિશ્રાના રોલમાં જોવા મળે છે. આ ઉપરાંત, અભિનેતા અન્ય ઘણા કોમેડી શોનો ભાગ રહી ચૂક્યો છે અને તે તમામ શોમાં આસિફની એક અલગ પ્રકારની કોમેડી જોવા મળી હતી.
‘ભાભીજી ઘર પર હૈ’ માં એક અલગ પ્રકારની કોમેડી બતાવવામાં આવી છે, જે ભારતીય ટેલિવિઝન પર બતાવવા માટે કોઈ મોટા જોખમથી ઓછું ન હતું.આ શો માં લાઉડ કોમેડી બતાવવામાં આવી નથી. આમાં હળવી કોમેડી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.શોમાં તોફાનથી ભરપૂર ફની કન્ટેન્ટ બતાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તે પુખ્ત દર્શકોને પોતાની તરફ વધુ આકર્ષે છે. શોના શરૂઆતના દિવસો વિશે વાત કરતા આસિફ શેખે કહ્યું – ‘જ્યારે ભાભીજી ઘર પર હૈ શો લોન્ચ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન ચેનલ પર ઘણા મોટા શો ઓન એર હતા. તેમાંથી એક શાહરૂખ ખાનનો ચેટ શો, ‘બેગુસરાય’ અને એક ઐતિહાસિક શો પણ પ્રસારિત થઈ રહ્યો હતો.’
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર આ રીતે શેર કરે છે ઘરનો ખર્ચ, કાજોલે પણ જણાવી પોતાની હાલત; જાણો વિગત
આસિફ શેખે કહ્યું કે ‘ભાભીજી ઘર પર હૈ’ શો માત્ર પ્રયોગ માટે જ લોન્ચ કરવામાં આવ્યો હતો. નિર્માતાઓએ વિચાર્યું, ચાલો જોઈએ કે ભવિષ્યમાં આ શો ચાલે છે કે પછી છ મહિનામાં બંધ કરવો પડશે. પરંતુ એક મહિનામાં જ તેમની આશા ઠગારી નીવડી.ઇન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું કે હવે આ ચેનલ શો તરીકે ઓળખાય છે. સદભાગ્યે ‘ભાભીજી ઘર પર હૈ’ 6 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે અને સાબિત કરે છે કે જુગારનું પરિણામ શું આવ્યું છે. શોમાં આસિફ શેખ ઉપરાંત નેહા પેંડસે, શુભાંગી અત્રે, રોહિતાશ ગૌડ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.