News Continuous Bureau | Mumbai
ટીવી સીરીયલ ‘અનુપમા’માં એક મોટો ટ્વીસ્ટ આવવાનો છે તેના માટે તમે અત્યાર થી જ તૈયાર થઇ જાઓ . કારણ કે આ તમારા મનપસંદ ‘માન’ ના લગ્નમાં મોટું તોફાન આવશે . એ શક્ય જ નથી કે અનુપમાની ખુશી વચ્ચે કોઈ તોફાન ન આવે. સિરિયલનો ટ્રેક અનુજ અને અનુપમાના લગ્ન પર કેન્દ્રિત હોવાથી, બા હંમેશા તેમના પ્રેમનું અપમાન કરે છે અને અનુપમાને શ્રાપ આપે છે. જોકે બાપુજીએ હંમેશા અનુપમાને સાથ આપ્યો છે.
હવે આવનારા એપિસોડ્સમાં અનુપમા સાથે બધુ સારું રહેશે નહીં, કારણ કે આખરે લગ્નના મોટા બજેટમાં મુશ્કેલી આવી રહી છે. અનુજ ભવ્ય લગ્ન કરવા માંગે છે જ્યારે અનુપમા ખૂબ જ સાદા લગ્ન કરવા માંગે છે. તેથી હવે અનુજની ઈચ્છા પૂરી કરવા માટે, બાપુજી ઘર ગીરો રાખવાનું વિચારે છે ત્યારે કંઈ સારું થવાનું નથી. કારણ કે તે શાહ હાઉસને નાદારી તરફ લઈ જશે અને આ અંત નહીં આવે. આ લગ્નમાં ફરી એકવાર મોટો અવરોધ ઉભો થયો છે. શું અનુજ અનુપમાને સમજશે કે પછી આ લગ્નમાં શાહ પરિવાર નાદાર થઈ જશે? ‘અનુપમા’ સિરિયલ ના આગામી એપિસોડ્સ માં એક નવી એન્ટ્રી થવા જય રહી છે તેથી અમે નથી ઈચ્છતા કે તમે તેને ચૂકી જાઓ. અનુજ અને અનુપમાની લવ લાઈફને હલાવવા માટે, કોઈ નવું દાખલ થવાનું છે. તે બીજું કોઈ નહીં પણ અનુજની આંટી છે, જે અનુપમાની હરીફથી ઓછી નથી.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ બાદ હવે સાઉથ ઈન્ડસ્ટ્રી પણ આવી ડ્રગ્સની ચપેટમાં, હૈદરાબાદની રેવ પાર્ટીમાં ઘણા મોટા સ્ટાર્સ અને રાજનેતાઓના બાળકો છે સામેલ; જાણો વિગત
અનુજની ભવ્ય લગ્નની ઈચ્છાને કારણે બાપુજી પાસે પહેલેથી જ બજેટ ઓછું છે. હવે અહીં અનુજની આંટી દહેજ ડ્રામા શરૂ કરવા માટે તેની એન્ટ્રી કરશે, જે અનુજ અને અનુપમાના લગ્નની સ્થિતિને વધુ ખરાબ કરશે. અનુજની આંટી અનુપમાને પસંદ નથી કરતી કારણ કે તે ઈચ્છતી હતી કે અનુજ તેની પસંદગીના લગ્ન કરે. આવી સ્થિતિમાં તે હવે તેમના લગ્નમાં અવરોધો ઉભી કરશે. અહીંથી દહેજ ડ્રામા શરૂ થશે જેમાં તે જોરદાર માંગ કરશે.