ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
બિગ બૉસ 11ની સ્પર્ધક રહી ચૂકેલી બંદગી કાલરા ભલે શોની વિજેતા બની ન શકી, પરંતું તે લાઇમલાઇટમાં ખૂબ રહે છે. બંદગી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને અવારનવાર તે તેની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે. હાલના દિવસોમાં તે ગોવામાં વૅકેશનની મજા માણી રહી છે. ત્યાંથી અભિનેત્રીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેના કારણે તે ફરી એક વાર ચર્ચામાં આવી છે.

આ તસવીરોમાં બંદગીએ વ્હાઇટ ક્રોપ ટૉપ અને સ્કર્ટ પહેર્યું છે. સાથે તેણે બ્લૅક ચશ્માં, પર્સ અને શૂઝથી પોતાનો લુક કમ્પ્લિટ કર્યો છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર અને ગ્લૅમરસ લાગી રહી છે બંદગીની તસવીરો પર તેના ચોહકો ખૂબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે બંદગી કાલરા એક પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી અને મૉડલ છે. તે રિયાલિટી શો બિગ બોસ સિઝન 11નો ભાગ રહી ચૂકી છે.

દરમિયાન બંદગી હરીફ પુનિશ સાથેની નિકટતાને કારણે જબરદસ્ત ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત શોમાંથી બહાર આવ્યા પછી, તેણે પુનિશ સાથે એક મ્યુઝિક વીડિયો પણ શૂટ કર્યો હતો.
