ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
બિગ બૉસની સિઝન 15ને આવવાને ઘણી વાર છે, પરંતુ મેકર્સે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે બિગ બૉસ 15માં કૉમન મૅનની એન્ટ્રી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તથા સેલિબ્રિટી કપલ્સને પણ એપ્રોચ કરવાનું શરૂ થઈ ગયું છે. તદુપરાંત ટીવી ઇન્ડસ્ટ્રીના સિંગલ સેલિબ્રિટીને પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આવો અહીં તમને જણાવીએ કે કઈ કઈ સેલિબ્રિટી બિગ બૉસ 15ના ઘરમાં એન્ટ્રી લઈ શકે છે.
મીડિયા રિપૉર્ટ પ્રમાણે અંકિતા લોખંડેનો સંપર્ક બિગ બૉસની સિઝન 15 માટે કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે આ વાતની પાક્કી ખાતરી નથી.
ખતરોં કે ખિલાડી ફેમ તેજસ્વી પ્રકાશની પણ ઘરમાં એન્ટ્રી જોવા મળી શકે છે.
મીડિયામાં એ પણ ચર્ચા છે કે શો મેકર્સે જેનિફર વિંગેટનો પણ બિગ બૉસ ૧૫ માટે સંપર્ક કર્યો હતો. જેનિફર વિંગેટના ફેન્સની સંખ્યા લાખોમાં છે અને ટીવીની દુનિયામાં એની એક આગવી ઓળખ છે.
નાગીન ઍક્ટ્રેસ અદાખાનનો પણ બિગ બૉસ 15 માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
ચેન્નઈ એક્સપ્રેસ ઍક્ટર નિકિતન ધીરનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન આઇડલ વિજેતા સિંગર અભિજિત સાવંતનો પણ બિગ બૉસ 15માં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો પણ બિગ બૉસમાં સામેલ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
શું ખરેખર ‘ખતરોં કે ખિલાડી-૧૧’ને મળી ગયા એના ટૉપ ૩ ફાઇનલિસ્ટ? જાણો અહીં
હાલાકી આ બધાં નામોની ઑફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. હવે જોવું એ રહ્યું કે શું રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે બિગ બૉસ 15ના ઘરમાં એન્ટ્રી લેશે?