ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ ૨૦૨૧
મંગળવાર
ઝી ટીવીના જાણીતા શો 'કુંડલી ભાગ્ય' માં સીધી સાદી 'પ્રીતા'નો રોલ ભજવનાર એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે વેકેશનની મજા માણતી નજર આવી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી લાઈટ પિન્ક બિકીનીમાં જોવા મળી રહી છે. સાથે જ તેણે લોન્ગ એરિંગ્સ પણ પહેર્યા છે.
અભિનેત્રી શ્રદ્ધા ટીવી જગત માટે કોઈ નવો ચહેરો નથી, કારણ કે આ પહેલા પણ તે ઘણી સિરિયલોમાં દેખાઈ ચૂકી છે. આ પહેલા શ્રદ્ધા આર્યા 'મેં લક્ષ્મી તેરે આંગન કી', 'તુમ્હારી પાખી' અને 'ડ્રીમ ગર્લ' જેવી સિરિયલોમાં જોવા મળી છે.
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ દ્વારા જ મળી છે. શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.