ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
બૉબી દેઓલની વેબ સિરીઝ આશારામની બંને સિઝન ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે પ્રકાશ ઝાએ ત્રીજી સિઝનની તૈયારી શરૂ કરી દીધી છે. ‘આશ્રમ 3’નું શૂટિંગ ભોપાલમાં શરૂ થઈ ગયું છે. આ સિરીઝ ભૂતકાળમાં ચર્ચાનો હિસ્સો રહી ચૂકી છે અને હવે એ ફરી એક વાર ચર્ચાનો ભાગ બની છે.
ભોપાલમાં બજરંગ દળના લોકોએ ‘આશ્રમ 3’ના સેટમાં તોડફોડ કરી હતી. એક મીડિયા હાઉસના રિપૉર્ટ અનુસાર બજરંગ દળના લોકોએ પ્રકાશ ઝાના ચહેરા ઉપર પણ શાહી ફેંકી છે. તેમનું કહેવું છે કે સિરીઝનું નામ બદલવું જોઈએ નહીં તો તેઓ સિરીઝનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં નહીં થવા દે. બજરંગ દળના નેતા સુશીલે કહ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે મધ્ય પ્રદેશમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવામાં આવે. લોકોને કામ મળવું જોઈએ, પરંતુ આ જમીનનો ઉપયોગ હિન્દુ સમાજને અપમાનિત કરવા માટે ન થવો જોઈએ. ‘આશ્રમ’ની પહેલાંની સિઝનમાં મહિલાઓનું શોષણ થાય છે એ બતાવવામાં આવ્યું હતું. શું ખરેખર એવું છે? હિંદુઓને ફસાવવાનું બંધ કરો. જો તેમને લોકપ્રિયતા જોઈતી હોય તો તેઓ કોઈ અન્ય ધર્મનું નામ કેમ નથી લેતા અને જુઓ કેટલા વિરોધ છે.
અહેવાલો અનુસાર બજરંગ દળના લોકોએ સેટ પર પ્રકાશ ઝા મુર્દાબાદ, બૉબી દેઓલ મુર્દાબાદ અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તે બૉબી દેઓલને શોધી રહ્યા છે, જે સિરીઝના મુખ્ય પાત્ર છે. બૉબીએ તેના ભાઈ સની દેઓલ પાસેથી કંઈક શીખવું જોઈએ. બજરંગ દળના નેતા સુશીલે કહ્યું છે કે અમે માત્ર પ્રકાશ ઝાને ચેતવણી આપી છે અને તેમણે કહ્યું છે કે તેઓ શોનું ટાઇટલ બદલવાની વાત કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ‘આશ્રમ’માંથી શોનું નામ બદલવું જોઈએ, નહીં તો અમે એનું શૂટિંગ ભોપાલમાં થવા દઈશું નહીં.
આર્યન ખાન કેસમાં મોટો વળાંક, પાર્ટીમાં રેડ પાડનાર NCB અધિકારી જ હવે મુશ્કેલીઓમાં; થશે આ કાર્યવાહી
બજરંગ દળના લોકોએ ક્રૂ પર પથ્થરમારો કર્યો હતો. એ બાદ ક્રૂ મેમ્બર્સને ઈજા પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે કોઈને વધારે નુકસાન થયું નથી અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.