ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022
શનિવાર
એક્ટર ડેની ડેન્ઝોંગપા બોલિવૂડના સૌથી મજબૂત વિલન તરીકે ઓળખાય છે. ડેની પાંચ દાયકાથી હિન્દી ફિલ્મોમાં દેખાયો છે. તેણે પોતાના કરિયરમાં એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે તેણે ‘ધૂંધ’, 'ધ બર્નિંગ ટ્રેન' અને 'અગ્નિપથ' જેવી સુપરહિટ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.પરંતુ શું તમે જાણો છો કે જે અભિનેતાને આપણે ડેની તરીકે ઓળખીએ છીએ તેનું નામ અભિનેત્રી જયા બચ્ચન દ્વારા રાખવામાં આવ્યું છે. અભિનેતાનું સાચું નામ શેરિંગ ફિન્ટસો ડેન્ઝોંગપા છે. તમને જણાવી દઈએ કે, એફટીઆઈઆઈમાં અભ્યાસ કરતી વખતે તે કોલેજના પહેલા દિવસે જયાને મળ્યો હતો. ત્યારે બંને એક જ બેચમાં હતા. જ્યારે અભિનેતાએ કોલેજમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ દરમિયાન પોતાનો પરિચય આપ્યો ત્યારે ત્યાં ઘણા લોકો તેનું નામ સમજી શક્યા ન હતા અને તેઓ તેને વારંવાર નામનું પુનરાવર્તન કરવાનું કહેતા હતા.
એક સમય એવો આવ્યો જ્યારે બધા તેના નામની મજાક ઉડાવવા લાગ્યા. તે સમયે જયા તેની પાસે આવી અને અભિનેતાને તેનું નામ સરળ રાખવાનું સૂચન કર્યું અને તેણે તેનું નામ ડેની રાખ્યું. આ વાત અભિનેતાએ પોતે 2012માં એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી.ડેની અને જયા FTIIમાં શરૂઆતના દિવસોમાં સારા મિત્રો બની ગયા હતા. ડેની એક્ટર અમિતાભ બચ્ચન સાથે કામ કરવામાં હંમેશા થોડો શરમાતો હતો. ડેનીએ પણ ફિલ્મ 'શોલે'માં ગબ્બર સિંહની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી કારણ કે તેણે ફિરોઝ ખાનની ફિલ્મ 'ધર્માત્મા' માટે પહેલેથી જ સાઈન કરી લીધો હતો.એવું કહેવાય છે કે ડેનીએ બિગ બી સાથે આ ડરથી કામ ન કર્યું કે તે બચ્ચન સાથે એક જ ફ્રેમમાં જોવા ના મળી શકે. પરંતુ આ વાત 1990માં બદલાઈ ગઈ, જ્યારે બંને મુકુલ આનંદની 'અગ્નિપથ'માં સાથે જોવા મળ્યા.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'અગ્નિપથ'માં અમિતાભ બચ્ચન વિજય દીનાનાથ ચૌહાણના રોલમાં અને ડેની ડેન્ઝોંગપા કાંચા ચીનાના રોલમાં જોવા મળ્યા હતા. તે જ સમયે, ડેનીએ એક ઇન્ટરવ્યુ માં ફિલ્મને યાદ કરતા કહ્યું, 'જ્યારે મુકુલ આનંદે મને અગ્નિપથમાં અમિત જી સાથે કાંચા ચીનાના રોલ વિશે કહ્યું, ત્યારે મને ખબર હતી કે મારા પાત્ર ને કોઈ નોટિસ પણ નહિ કરે.ઉલ્લેખનીય છે કે 'અગ્નિપથ' ધર્મા પ્રોડક્શન માટે કમર્શિયલ સફળ ન હતી પરંતુ આટલા વર્ષો પછી પણ આ ફિલ્મ આજે પણ બધાને યાદ છે. તે જ સમયે, આ ફિલ્મ દ્વારા જ અમિતાભ બચ્ચનને તેમનો પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આ સાથે મિથુન ચક્રવર્તી, રોહિણી હટ્ટંગડી જેવા કલાકારોને પણ ફિલ્મમાં ઘણી ઓળખ મળી. આ પછી ડેની બિગ બી સાથે મુકુલ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'હમ' અને 'ખુદા ગવાહ'માં જોવા મળ્યો હતો.