ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022
સોમવાર
બોલિવૂડની દુનિયા ફરી ધમધમી રહી છે. તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મે થિયેટરોનું આકર્ષણ પાછું આપ્યું છે. આ લેટેસ્ટ ફિલ્મમાં આલિયા ભટ્ટના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે . બોલિવૂડ સ્ટાર્સનું અંગત જીવન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ રીતે આલિયા ભટ્ટના અંગત જીવન વિશે પણ તેના ચાહકો ઘણું બધું જાણવા માંગે છે. તો આવો જાણીયે અભિનેત્રી ના શિક્ષણ વિશે.
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમને ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવા માટે પોતાના અભ્યાસ સાથે સમજૂતી કરવી પડી હતી. તેમાંથી ઘણાએ શાળાનું મોઢું પણ જોયું ન હતું અને કેટલાકે સ્નાતક થયા પહેલા અભ્યાસ છોડવો પડ્યો હતો. આવું જ કંઈક આલિયા ભટ્ટ સાથે પણ થયું હતું.બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી હોવાને કારણે તે બાળપણથી જ ફિલ્મી દુનિયા તરફ આકર્ષણ ધરાવતી હતી. તેણે જમનાબાઈ નરસી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ ફિલ્મોમાં બ્રેકના કારણે તેણે અભ્યાસ છોડવો પડ્યો. આલિયા ભટ્ટે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.
આલિયા ભટ્ટ ભલે વાસ્તવિક જીવનમાં કૉલેજ જીવન જીવી ન હોય, પરંતુ તેની ફિલ્મની શરૂઆત કૉલેજ જીવન પર બનેલી ફિલ્મ થી જ થઈ હતી. આલિયાએ પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કરી હતી. ત્યાર બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ 'RRR'માં જોવા મળશે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ઉપરાંત રામ ચરણ, એનટીઆર અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે આલિયા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.