ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
પોતાની મરાઠી ફિલ્મ રિલીઝ થયા બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાયેલા ફિલ્મમેકર મહેશ માંજરેકર માટે રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈ હાઈકોર્ટે મંગળવારે એક સુનાવણીમાં શહેર પોલીસને નિર્દેશ આપ્યો કે મરાઠી ફિલ્મમાં સગીરો પર અશ્લીલ દ્રશ્યો ફિલ્માવવા બદલ ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર અને બે નિર્માતાઓ સામે ત્રણ અઠવાડિયા સુધી ધરપકડ જેવી કોઈ કાર્યવાહી ના કરે.
શહેર પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં માંજરેકર અને અન્ય લોકો સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ FIR નોંધી હતી. દરમિયાન, માંજરેકર, જેમણે ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, અને નિર્માતા નરેન્દ્ર હિરાવત અને શ્રેયાંશ હિરાવતે આ કેસને રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે ધરપકડથી વચગાળાનું રક્ષણ પણ માંગ્યું હતું.આ કેસમાં અરજદારોના વકીલ એ કોર્ટને જણાવ્યું હતું કે માંજરેકર અને હિરાવત તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને જો જરૂર પડશે તો પૂછપરછ માટે પોલીસ સમક્ષ પણ હાજર થશે.
જસ્ટિસ ની ડિવિઝન બેન્ચે આ મામલાની ટૂંકી સુનાવણી પછી અવલોકન કર્યું કે અરજદારોએ વચગાળાની રાહત આપવા માટે કેસ કર્યો હતો.આ મામલે, કોર્ટે અવલોકન કરી ને ન્યાયાધીશોએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા પછી ફિલ્મ પહેલાથી જ રિલીઝ કરવામાં આવી છે અને કથિત વાંધાજનક દ્રશ્યો પણ ફિલ્મનો ભાગ નથી.આ સીન ટ્રેલરનો એક ભાગ હતો, જેને હટાવી દેવામાં આવ્યો છે. સુનાવણી સ્થગિત કરતી વખતે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, "અમે પોલીસને નિર્દેશ આપીએ છીએ કે અરજદારો સામે ત્રણ અઠવાડિયા સુધી કોઈ જબરદસ્તી અથવા કોઈ પગલાં ન ભરે."