ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સુપરહીરોના રોલમાં જાેવા મળશે.આ ફિલ્મમાં રણબીરનું નામ શિવ છે. તે એક પૌરાણિક પાત્રથી પ્રેરિત હશે. તેમાં આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકામાં છે. અયાન મુખર્જી તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ પહેલા તેણે રણબીર કપૂર સાથે સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની જૈસી’ કરી હતી. આ ફિલ્મના ત્રણ ભાગ હશે. પરંતુ હવે સૌ પ્રથમ ભાગની રાહ જાેઈ રહ્યા છે. આ સાથે ભારતને એક નવો સુપરહીરો મળવા જઈ રહ્યો છે.આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ ૧૫ ડિસેમ્બરે જ થઈ શકે છે. જાે રિપોર્ટ્સનું માનીએ તો તેની રિલીઝ ડેટ ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ નક્કી કરવામાં આવી શકે છે. આ દિવસ માટે બ્રહ્માસ્ત્રની સમગ્ર ટીમ હાજર રહેશે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને ઘણા સમયથી સસ્પેન્સ હતું. ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે તેના મેકર્સ આ વિશે મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા કરણ જાેહરે પુષ્ટિ કરી છે કે આ ફિલ્મનું પ્રથમ મોશન પોસ્ટર ૧૫મી તારીખે રિલીઝ કરવામાં આવશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ માટે આ મોટી ખબર છે. કોરોના મહામારી વચ્ચે રણબીર કપૂરની આ સુપરહીરો ફિલ્મનું શૂટિંગ ઘણી વખત રોકી દેવામાં આવ્યું હતું અને તેનું શૂટિંગ પણ ઘણી વખત શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ છેલ્લા ત્રણ વર્ષથી બની રહી છે. આ ડાયરેક્ટર અયાન મુખર્જીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત અને રિસર્ચ કર્યું છે. આ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મો પૈકી એક કહેવાય છે. શનિવારે સાંજે ધર્મા પ્રોડક્શનના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મોશન પોસ્ટર શેર કરીને જણાવવામાં આવ્યું હતું કે તેનો પહેલો લુક ૧૫ ડિસેમ્બરે શેર કરવામાં આવશે. આ દિવસે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને બ્રહ્માસ્ત્રની દુનિયાને ખૂબ જ અનોખી રીતે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ૧૫મી ડિસેમ્બરના શિવ નામના પાત્ર પરથી પણ પડદો ઊંચકાશે. તેનું નિર્માણ કરણ જાેહર અને ડિઝની ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.