News Continuous Bureau | Mumbai
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝને (Brahmastra release)હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા પહેલીવાર સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ જો અમે તમને કહીએ કે આ ફિલ્મ માત્ર 75 રૂપિયામાં સિનેમાઘરોમાં (theaters)જોવા મળી શકે છે, તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને વિશ્વાસ નહીં કરો. પરંતુ આ વાત બિલકુલ સાચી છે, જે જાણ્યા પછી સિનેમા પ્રેમીઓ ખુબ ખુશ થઈ જશે.
જો કે તમને જણાવી દઈએ કે આ ઓફર(offer) માત્ર એક દિવસ માટે છે. અહેવાલો અનુસાર, મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MAI) અને દેશભરના સિનેમા માલિકોએ 16 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસના (National cinema day)અવસર પર મૂવી ટિકિટની કિંમત ઘટાડીને 75 રૂપિયા કરી દીધી છે. તે દિવસે દરેક ફિલ્મ 75 રૂપિયામાં જોઈ શકાય છે અને 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, તેથી 16 સપ્ટેમ્બરે તે પણ 75 રૂપિયામાં જોઈ શકાશે.16 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસના અવસર પર 4000 થિયેટર તેનો ભાગ બની રહ્યા છે, જ્યાં ફિલ્મોની ટિકિટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના મહામારી(corona) બાદ થિયેટરો સંપૂર્ણ રીતે ખુલવાની ખુશીમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આને સિનેપ્રેમીઓ માટે એક તક તરીકે જોવામાં આવી રહ્યું છે જેઓ હજુ થિયેટરોમાં કમબેક કર્યું નથી.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દબંગ ગર્લ થી ઓળખાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા છે કરોડોની માલકીન-જાણો તેની નેટવર્થ વિશે
'બ્રહ્માસ્ત્ર' અયાન મુખર્જીનો ડ્રીમ પ્રોજેક્ટ(dream project) છે, જેનો પહેલો ભાગ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ' 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને બનાવવામાં 10 વર્ષ લાગ્યા છે અને તે વિવિધ ભાષાઓમાં લગભગ 8000 સ્ક્રીન્સમાં રિલીઝ થશે.