ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
સલમાન ખાનને ઍરપોર્ટ રોકી તપાસ તેની કરનાર CISFના જવાન માટે મોટી મુશ્કેલી ઉભી થઇ ગઇ છે.
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, જવાનનો ફોન CISF દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે કારણ કે તેણે સલમાન મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોટકોલનું ઉલ્લંઘન છે. આ જવાન હવે ભવિષ્યમાં કોઈ મીડિયા હાઉસ સાથે વાત ન કરે, તેના માટે તેમનો મોબાઇલ જપ્ત કરી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે જ્યારે પણ કોઇ સેલિબ્રિટી ટ્રાવેલ કરે છે ત્યારે તેની સાથે ટીમ પણ ટ્રાવેલ કરે છે અને ડૉક્યુમેન્ટ્સ ચેક કરાવવાનું કામ ટીમ જ કરે છે જેથી સ્ટાર્સ કોઇ પણ પ્રકારની રોકટોક વગર એન્ટ્રી કરી શકે.
જોકે સલમાન ખાનને આ રીતે એન્ટ્રી મળી નહોતી. એરપોર્ટ પર જે ફોટોગ્રાફર્સ હતા તેમના કેમેરામાં આ ઘટના કેદ થઇ ગઇ હતી અને જવાનનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.
તામિલ ફિલ્મ ‘કંચના-3’ ફેમ અભિનેત્રીની ગોવામાં મળી લાશ, પોલીસને છે આત્મહત્યાની શંકા; જાણો વિગતે