News Continuous Bureau | Mumbai
કોલકાતા હાઈકોર્ટે (Calcutta high court)સોમવારે પશ્ચિમ બંગાળ સરકારને(west bengal government) પ્રખ્યાત પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથના મૃત્યુ (KK death)અંગે સોગંદનામું(affidavit) દાખલ કરવા જણાવ્યું છે. KK નું 31 મે, 2022 ના રોજ દક્ષિણ કોલકાતામાં (south calcutta)નઝરુલ મંચ ખાતે લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન મૃત્યુ થયું હતું.મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ અને ન્યાયાધીશ રાજર્ષિ ભારદ્વાજની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને ત્રણ અઠવાડિયાની અંદર તેનું સોગંદનામું (affidavit)દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે સરકારને એલર્ટ રહેવા પણ કહ્યું છે કે જેથી આવી દુ:ખદ ઘટનાઓને રોકી શકાય.
કેકેના આકસ્મિક અવસાન પર એડવોકેટ્સ ઇમ્તિયાઝ અહેમદ, સૌમ્ય શુભરો રોય અને સાયન બંદોપાધ્યાય દ્વારા ત્રણ PIL દાખલ કરવામાં આવી છે અને એકમાં, અરજદારે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માંગ કરી છે. વિવિધ અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે.એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 31 મેના રોજ નઝરુલ મંચ ખાતે કેકેના પ્રદર્શન (KK performance) માટે વ્યવસ્થા સારી ન હતી, જ્યાં લાઈવ પર્ફોર્મન્સ માટે ઓડિટોરિયમની બેઠક ક્ષમતા કરતાં બમણી ભીડ હાજર હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભીડને કારણે એર કંડિશનિંગ મશીનો (Ac machine)યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી, જેના કારણે સભાગૃહની અંદર ગૂંગળામણ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : જે હોટલ માં પિતા સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા તે જ હોટેલ દીકરા એ ખરીદી લીધી- આજે છે બોલિવૂડ નો દિગ્ગ્જ કલાકાર- જાણો તે અભિનેતા ની રસપ્રદ કહાની
કેટલીક વિડિયો ક્લિપ્સ (video clips)બતાવવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે KK પર્ફોર્મન્સ દરમિયાન અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શોની મધ્યમાં તેણે સ્ટેજ પર આરામ કરવા માટે 10 મિનિટનો બ્રેક લીધો હતો.