ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ડિસેમ્બર 2021
બુધવાર
ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના ક્યારેક પોતાના ફોટોઝને લઈને તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ચાહત આ વખતે તેના એક ફોટોના કારણે લાઈમલાઈટમાં આવી છે. આ ફોટામાં ટીવી એક્ટર રોહન ગંડોત્રા અભિનેત્રી સાથે છે. આ પોસ્ટ દ્વારા અભિનેત્રીએ તેના સંબંધોની પુષ્ટિ કરી છે.ચાહત ખન્ના અને રોહન ગંડોત્રાનું નામ લાંબા સમયથી એક સાથે જોડાયેલું છે. હવે અભિનેત્રીએ તેની લેટેસ્ટ પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે રોહનને ડેટ કરી રહી છે. તેણીએ રોહન સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરીને લખ્યું છે, ‘પરંતુ પ્રેમ તેનો રસ્તો શોધી કાઢે છે.’ આ તસવીર ખૂબ જ ક્યૂટ છે અને બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.
અભિનેત્રી ચાહત ખન્નાની પોસ્ટ વાયરલ થતા જ સેલેબ્સ અને ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. એક ઈન્સ્ટા યુઝરે લખ્યું,’ તમારા માટે ખૂબ જ ખુશ’. બીજા યુઝરે લખ્યું કે, “તમારા બંને ને કોઈની નજર ન લાગે “. અન્ય એક યુઝરે લખ્યું, “તમે બંને હંમેશા ખુશ રહો. ઘણા યુઝર્સે આના પર અભિનંદન પાઠવી રહ્યા છે .નોંધનીય છે કે ચાહત ખન્નાએ બે વાર લગ્ન કર્યા છે, પરંતુ બંને લગ્ન સફળ થયા નથી. પહેલા લગ્ન અભિનેત્રીએ ભરત નરસિંઘાની સાથે અને બીજા લગ્ન ફરહાન મિર્ઝા સાથે કર્યા હતા. બંનેનો સંબંધ તૂટી ગયો અને અભિનેત્રી લાંબા સમય સુધી સિંગલ હતી. હવે ચાહતને આખરે તેનો પ્રેમ મળી ગયો છે અને તેણે આ વાત ફેન્સ સાથે શેર કરી છે.
અંકિતા લોખંડે અને વિકી જૈને કેન્સલ કર્યું લગ્નનું રિસેપ્શન, સામે આવ્યું આ મોટું કારણ ; જાણો વિગત
તમને જણાવી દઈએ કે ચાહત ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહત ખૂબ જ ગ્લેમરસ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયન લોકો ફોલો કરે છે.તેમની બે પુત્રીઓ પણ છે, જેનું નામ જોહર અને અમાયરા છે. તેમજ, રોહન ગંડોત્રાએ ઘણા શોમાં કામ કર્યું છે, જેમાં ‘એવરેસ્ટ’, ‘કુબૂલ હૈ’, ‘કાલા ટીકા’,’ નાગિન-2’, ‘ઢાઈ કિલો પ્રેમ’, ‘દિલ સે દિલ તક’, ‘તુ આશિકી’, લાડો 2’ નો સમાવેશ થાય છે.