News Continuous Bureau | Mumbai
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર કરણવીર બોહરા અને તેની પત્ની તજિંદર સિદ્ધુ (Karanveer Bohra and TJ)એટલે કે ટીજે સિદ્ધુ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર એક મહિલાએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ઓશિવરા પોલીસ સ્ટેશનમાં (Oshiwara police station)આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
40 વર્ષની મહિલાએ અભિનેતા કરણવીર બોહરા સહિત 6 લોકો સામે છેતરપિંડીનો આરોપ (cheating case)લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે તેની પાસેથી 1.99 કરોડની રકમ લેવામાં આવી હતી, જે 2.5 ટકા વ્યાજે પરત કરવાનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી આ રકમમાંથી માત્ર એક કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને મહિલા ઓશિવરા પોલીસ સ્ટેશન (Oshiwara police station)પહોંચી અને પોતાની ફરિયાદ નોંધાવી.એક ન્યૂઝ એજન્સીને ઓશિવારા પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી અનુસાર, મહિલાએ દાવો કર્યો કે જ્યારે તેણે રકમ માંગી ત્યારે બોહરા અને તેની પત્ની તજિંદર સિદ્ધુએ યોગ્ય જવાબ ન આપ્યો અને તેને ગોળી મારી દેવાની ધમકી આપી. પોલીસે તપાસ(police investigation) શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમનું નિવેદન નોંધવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : અનુપમ ખેર પહેલા આ બિઝનેસમેનના પ્રેમમાં પાગલ હતી કિરણ ખેર-પછી આ રીતે ફિક્કો પડ્યો પ્રેમનો રંગ-જાણો અભિનેત્રી ની જાણો અજાણી વાતો
તમને જણાવી દઈએ કે કરણવીર બોહરા હાલમાં જ કંગના રનૌતના શો 'લોક અપ'માં(Kangana Ranaut show lock up) જોવા મળ્યો હતો. આ શોમાં તેણે પોતાના દિલના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા અને એ પણ જણાવ્યું હતું કે તે દેવાદાર છે. અભિનેતાએ કહ્યું હતું- 'હું સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયો છું. હાલત એવી છે કે માથા થી પણ ઉપર, એટલું દેવું છે. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે તેની સામે ઘણા કેસ(case registered) પણ ચાલી રહ્યા છે. તેણે કહ્યું હતું કે 2015 થી અત્યાર સુધી હું જે પણ કામ લઉં છું તે લોન ચુકવવા(loan) માટે લઉં છું. ક્યારેક હું મારા અને મારા પરિવાર માટે એટલું ખરાબ અનુભવું છું કે હું તેમને શું આપી રહ્યો છું. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તેણે આત્મહત્યા(suicide) કરી લીધી હોત.’