News Continuous Bureau | Mumbai
મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અનુ મલિક આ વર્ષે ઇન્ડિયન આઈડોલના બદલે સારેગામાપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ કરવાના છે.
આ અંગે અનુ મલિકે જણાવ્યું હતું કે, હું ખાસા સમયથી ઇન્ડિયન આઈડોલ સાથે જોડાયેલો છું, પરંતુ હવે આગળ વધી રહ્યો છું અને પહેલી વાર સારેગામાપામાં જજ તરીકે જોડાયો છું. હવે હું ટેલેન્ટેડ યંગ સિગર્સને જજ કરીશ.એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુએ વધુમાં જણાવ્યું હતું કે, એક રિયાલિટી શોમાં વર્ષો પહેલા મોનાલી ઠાકુરને સિલેક્ટ કરી હતી અને હવે તેમણે નેશનલ એવોર્ડ મેળવ્યો છે. મી ટુ વિવાદમાં સપડાયા બાદ અનુ કપૂરે ૨૦૧૯ના વર્ષમાં ઈન્ડિયન આઈડોલમાં જજની જવાબદારી છોડી હતી.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા-શો ના નિર્માતા આસિત કુમાર મોદીના નિવેદન પર એક્ટર શૈલેષ લોઢાએ સો-મીડિયા પર પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા- જુઓ ફોટોગ્રાફ
ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ના વર્ષમાં વિશાલ દદલાનીએ આ શોમાં બ્રેક લેતાં અનુએ કમબેક કર્યુ હતું. હવે તેઓ ઇન્ડિયન આઈડોલના બદલે સારેગમપા સાથે જોડાઈ રહ્યા છે. આ શોમાં તેમની સાથે સિંગર શંકર મહાદેવન અને નીતિ મોહન પણ જજ તરીકે જોવા મળશે.