ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ 2022
શનિવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી લોકોનો ફેવરિટ શો છે. આ શોમાં દરેક પાત્ર ફની છે. ખાસ વાત એ છે કે મેકર્સ સમયાંતરે દરેક પાત્ર પર ફોકસ કરે છે. જેઠાલાલ, ભીડે, ડોક્ટર હાથી, ટપ્પુ અને પત્રકાર પોપટલાલ જેવા અનેક પાત્રો છે જેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.જો કે આ શોના દર્શકો હજુ પણ દયાબેનના આગમનની રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ ગર્ભાવસ્થા દરમિયાન જ આ શોને અલવિદા કહી દીધું હતું. આ પછી તેની વાપસીને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરી એકવાર દયાબેન વિશે ચર્ચા શરૂ થઈ છે.
વાસ્તવમાં અભિનેત્રી દિશા વાકાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેના પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં શોમાં પાછી જોવાની છે. સામે આવેલી આ તસવીરમાં દયાબેન અને સુંદર હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળે છે.આ તસવીર શેર કરતાં દિશા વાકાણીએ કેપ્શનમાં લખ્યું, 'હોળી આવી રહી છે…'. તસવીર જોયા બાદ લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. દિશા વાકાણીના એક ચાહકે લખ્યું છે, 'હોળી બાદ આવી જાઓ ને…' અન્ય એક યુઝરે લખ્યું, 'સુંદર હોળીના દિવસે આવશે… જેઠાલાલની મજા માણવા'.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માંથી દયાબેન ને ગયે ઘણો સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં, જો કોઈ પાત્ર શોમાંથી ગાયબ થઈ જાય છે, તો ચાહકોને તેની ખોટ સાલે છે.
આ શોમાં દયાબેને પોતાના પાત્રની એવી છાપ છોડી છે કે મેકર્સ આજ સુધી બીજી દયાબેનને લાવી શક્યા નથી. વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે દિશા શોમાં કમબેક કરી રહી છે, પરંતુ આજ સુધી એવું થયું નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ તસવીર પાછળનું રહસ્ય શું છે.