News Continuous Bureau | Mumbai
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની (Brahmastra)ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી તમામ પ્રકારના સમાચાર આવી રહ્યા છે અને હવે આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ ફિલ્મ દ્વારા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે અને આ મેગા બજેટ ફિલ્મને બોલિવૂડની માર્વેલ યુનિવર્સ (marvel universe)કહેવામાં આવી રહી છે.
આ ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઈ અને આ દરમિયાન દર્શકોમાં તેના આગામી ભાગને લઈને ચર્ચાઓ તેજ થવા લાગી છે. આ ફિલ્મનો પહેલો ભાગ થિયેટરોમાં કેવું પ્રદર્શન કરશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ આ દરમિયાન, ત્રણ ભાગ માં વહેંચાયેલી આ ફિલ્મના બીજા ભાગ અંગે ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી ફિલ્મમાં કયા કલાકારો મુખ્ય ભૂમિકા ભજવશે?બોલિવૂડ કોરિડોરમાં એવા અહેવાલો છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને આગામી ભાગ માટે નિર્માતાઓ દ્વારા ફાઇનલ કરવામાં આવ્યા છે. એક ન્યૂઝ પોર્ટલ ના એક રિપોર્ટ અનુસાર, દીપિકા પાદુકોણ બ્રહ્માસ્તા 2માં જલ દેવીનું(water devi) પાત્ર ભજવતી જોવા મળી શકે છે અને કેટલાક લોકોએ ટ્રેલરનો સ્ક્રીનશોટ(screenshot) શેર કરતા કહ્યું છે કે પાણીની વચ્ચે ચાલતી છોકરી દીપિકા છે.અહેવાલ મુજબ, તેમની ભૂમિકાઓ માટે, આલિયા અને રણબીર ભાગ 1 થી તેમના સંબંધિત પાત્રો તરીકે જોવામાં આવશે અને તેમની વાર્તાઓ એકબીજાની સમાંતર ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી(Ayann Mukerji) એક વિશાળ ફ્રેન્ચાઇઝી બનાવી રહ્યા છે જે એકબીજા સાથે જોડાયેલા હશે અને અભિનેતા ફિલ્મના અંતમાં કેમિયો ભજવતા જોવા મળશે, જેમ કે આપણે માર્વેલ મૂવીઝમાં જોઈએ છીએ.
આ સમાચાર પણ વાંચો : આખરે સત્ય આવ્યું બહાર-આ વ્યક્તિ ના કારણે દયાબેન એટલે કે દિશા વાકાણી એ છોડ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો
જો કે રણવીર સિંહનું પાત્ર કેવું હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ દીપિકાના પાત્રને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી છે તે સાંભળવી ખૂબ જ રસપ્રદ છે. જોકે, અહીં એ સમજવું રહ્યું કે પાર્ટ-2 વિશે અત્યાર સુધી જે સમાચાર આવી રહ્યા છે તે માત્ર અટકળો છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી.'બ્રહ્માસ્ત્ર – પાર્ટ(Brahmastra part-1) વન: શિવ'માં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની છે. 'બ્રહ્માસ્ત્ર – પાર્ટ વન: શિવ' ત્રણ ભાગની ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે. તે ભારતીય પૌરાણિક કથાઓમાંથી આવતી માન્યતાઓ અને વાર્તાઓના ઊંડાણથી પ્રેરિત બનાવવામાં આવ્યું છે.