News Continuous Bureau | Mumbai
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ (Brahmastra)ચાહકોમાં જબરદસ્ત ધૂમ મચાવી છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં પેન ઇન્ડિયા(pen india ) લેવલ પર રિલીઝ થઈ રહી છે, જેમાં રણબીર કપૂર 'શિવ' અને આલિયા 'ઈશા' તરીકે જોવા મળશે. અયાન મુખર્જીની આ ફિલ્મ ત્રણ ભાગમાં (three parts)રિલીઝ થશે અને હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ફિલ્મના બીજા ભાગ સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દીપિકા પાદુકોણ ફિલ્મના બીજા ભાગમાં એન્ટ્રી કરશે.
જ્યારે 'બ્રહ્માસ્ત્ર'નું ટ્રેલર બહાર આવ્યું ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ હશે. (Deepika Padukone)સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવ્યા હતા કે ટ્રેલરમાં દીપિકા પાદુકોણની ઝલક બતાવવામાં આવી છે. પરંતુ હવે એક અહેવાલ સામે આવ્યો છે કે આ ફિલ્મના બીજા ભાગમાં દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકા ભજવશે. જેમ પહેલા ભાગની વાર્તામાં શિવ અને ઈશા છે. તેવી જ રીતે 'બ્રહ્માસ્ત્ર'ના બીજા ભાગમાં દેવ અને પાર્વતીના પાત્રો સાથે ચાહકોનો પરિચય કરાવવામાં આવશે.અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણ આ આધુનિક પૌરાણિક કથા ની સિક્વલમાં 'પાર્વતી'નું પાત્ર ભજવશે. નિર્માતાઓએ આ પાત્ર માટે દીપિકાને ફાઈનલ કરી છે અને આ પાત્રની ઝલક 'બ્રહ્માસ્ત્ર'માં બતાવવામાં આવશે. દીપિકા પાદુકોણ 'બ્રહ્માસ્ત્ર'ના અંતમાં કેમિયો(cameo) કરશે અને આ સીન દ્વારા મેકર્સ ફિલ્મની વાર્તાને એક ભાગથી બીજા ભાગમાં લઈ જશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દીપિકા પાદુકોણે 'બ્રહ્માસ્ત્ર'ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેકર્સે ફિલ્મના બીજા ભાગમાં મહાદેવના રોલ માટે એક સુપરસ્ટારને(superstar) ફાઈનલ કરી દીધો છે. જો કે હજુ સુધી તે અભિનેતા સાથે જોડાયેલી કોઈ માહિતી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : બહેન સુષ્મિતાની લલિત મોદી સાથેની નિકટતા સહન ન કરી શક્યો રાજીવ સેન-ગુસ્સામાં ભાઈ બહેને કર્યું આ કામ
તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' દ્વારા સિનેમાની દુનિયામાં પોતાનું એક બ્રહ્માંડ (universe)બનાવી રહ્યો છે અને આ બ્રહ્માંડમાં દરેક પાત્ર બીજા સાથે જોડાયેલ હશે. પહેલો ભાગ શિવ અને ઈશા ની વાર્તા છે અને તમે જાણો છો કે શિવ અને ઈશા એ પાર્વતી અને મહાદેવના અન્ય સ્વરૂપો છે. ફિલ્મની ખાસ વાત એ છે કે પહેલા ભાગમાં શાહરૂખ ખાન (Shahrukh Khan)પણ છે, જે ફિલ્મમાં કેટલીક ખાસ શક્તિઓ સાથે જોવા મળશે. જો કે, હવે અયાન મુખર્જીનું તમામ પ્લાનિંગ ફિલ્મના પહેલા ભાગના બિઝનેસ પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ ફેન્સ પર કેટલી અસર છોડી શકે છે.