News Continuous Bureau | Mumbai
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ ત્યારથી દર્શકોની પહેલી પસંદ બની રહી છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની કમાણી ચાલુ છે. તાજેતરના આંકડાઓ અનુસાર, આ ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં થિયેટરોમાં પહોંચી રહ્યા છે.આ ફિલ્મને મોટાભાગના રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તેમજ હજુ પણ ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીએ ફિલ્મને લઈને મોટું નિવેદન આપ્યું છે.
BJP wants #TheKashmirFiles to be tax free.
Why not ask @vivekagnihotri to upload the whole movie on YouTube for FREE?
-CM @ArvindKejriwal pic.twitter.com/gXsxLmIZ09
— AAP (@AamAadmiParty) March 24, 2022
વાત એમ છે કે, અરવિંદ કેજરીવાલે ગુરુવારે વિધાનસભામાં ફિલ્મને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વિધાનસભા સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ ને કરમુક્ત કરવાની માંગને બદલે યુટ્યુબ પર મુકવી જોઈએ. કેજરીવાલે કહ્યું, 'તમે ટેક્સ ફ્રી કેમ કરી રહ્યા છો? અરે તેને યુટ્યુબ પર મુકો તે ફ્રી થઇ જશે. જો તમને આટલો જ શોખ હોય તો, વિવેક અગ્નિહોત્રીને કહો તે તેને યુટ્યુબ પર મૂકી દેશે. બધી મુવી મફત છે. બધા જોશે. ટેક્સ ફ્રીની શું જરૂર છે? તેમણે કહ્યું કે કોઈએ કાશ્મીરી પંડિતના નામે કરોડો કમાયા અને ભાજપને પોસ્ટર લગાવવાનું કામ આપ્યું.અરવિંદ કેજરીવાલે આ પ્રતિક્રિયા એવા સમયે આપી જ્યારે બીજેપીના દિલ્હી યુનિટના અધ્યક્ષ એ ધ કાશ્મીર ફાઇલ્સ ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી હતી.
Only an inhuman, cruel and depraved mind can laugh at and deny the genocide of Kashmiri Hindus. Kejriwal has ripped open the wounds of the Hindu community, who have been forced to live as refugees in their own country, for 32 long years, by calling #KashmirFiles a झूठी फ़िल्म… pic.twitter.com/63w2x9QKqq
— Amit Malviya (@amitmalviya) March 25, 2022
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ‘RRR’ નો પહેલો રિવ્યૂ આવ્યો સામે, જાણો કોણે આપ્યા રાજામૌલીની ફિલ્મને 5 સ્ટાર
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ફિલ્મને હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.હોળીના અવસરે રીલિઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ બચ્ચન પાંડે સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મે અક્ષય કુમારની ફિલ્મને પણ પાછળ છોડી દીધી હતી. કાશ્મીર ફાઈલ્સની સામે, બચ્ચન પાંડેની હાલત અત્યાર સુધી ખરાબ હતી. આ ફિલ્મ અત્યાર સુધી 50 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી.