ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિનોદ મહેરા અને રેખાના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં, પરંતુ વિનોદ મહેરાની માતાએ આ સંબંધને મંજૂરી આપી ન હતી અને રેખાને પુત્રવધૂ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એવા અહેવાલ પણ હતા કે વિનોદ મહેરાની માતા એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે રેખા પર ચંપલ પણ ફેંકી હતી. રેખાએ વિનોદ મહેરા સાથે લગ્ન કર્યાં હતાં કે નહીં એ અંગે રેખાએ ક્યારેય કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે વિનોદ મહેરાની પુત્રી અને અભિનેત્રી સોનિયા મહેરાએ આ અંગે ખૂલીને વાત કરી હતી. વિનોદ મહેરાનો રેખા સાથે શું અને કેવી રીતે સંબંધ હતો એના પર સોનિયાએ ઘણું કહ્યું હતું.
વિનોદ મહેરાની પુત્રી સોનિયા મહેરાએ કહ્યું હતું કે, 'આ પ્રશ્ન પર હું કશું કહી શકતી નથી કે તેમણે લગ્ન કર્યાં હતાં કે નહીં! કારણ કે મને આ વિશે ખબર પણ નથી. આ બધી વસ્તુઓ ત્યારે થઈ જ્યારે હું જન્મી પણ ન હતી. હું દોઢ વર્ષની હતી ત્યારે તેઓ ગુજરી ગયા હતા. મને આ અંગે ટિપ્પણી કરવાનો પણ કોઈ અધિકાર નથી. મારા મતે તે બંને ખૂબ સારા મિત્રો હતા. તેઓ એકબીજાના ખૂબ નજીકના મિત્રો હતા.’
અનન્યાએ છીનવી લીધો જાહ્નવીનો પ્રેમ! કઈ રીતે જાણો અહીં
એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયા મહેરાએ કહ્યું હતું કે, 'હું રેખાજીને 3-4 વખત મળી છું. જ્યારે અમે એકબીજાને જોયાં, અમે ઉત્સાહથી એકબીજાને ગળે લગાવ્યાં. ઘણી વખત અમે સામાજિક કાર્યોમાં પણ મળ્યાં છીએ. તેઓ એવી સ્ત્રી છે જે ખૂબ જ સુંદર અને રસપ્રદ છે, હું આજ સુધી તેમના જેવી કોઈ સ્ત્રીને મળી નથી.’