272
Join Our WhatsApp Community
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડતાં તેઓને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર દિલીપ સાહેબ બિલેટરલ પ્લુયર ઇફ્યુસનથી પીડાઇ રહ્યા હોવાથી તેમને ઓક્સિજન સપોર્ટ પર મુકવામાં આવ્યા છે. તેમનું ઓક્સિજન લેવલ પણ નીચે જઇ રહ્યું હતું.
હાલ તેમની તબિયત સ્થિર છે અને તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા નથી. તેમને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક્ટરને 98 વર્ષ થઇ ગયા છે જેના કારણે તે સ્વાસ્થ્ય સંબંધી કેટલીય બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે દિલીપ સાહબને રૂટિન ચેકઅપ માટે નોન કોવિડ પીડી હિંદુજામાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને ગત થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ હતી.
You Might Be Interested In