મનોરંજન

 તો શું હવે દયાભાભી બદલાઈ જશે? આ નવી એક્ટ્રેસ દયાભાભીનો રોલ કરશે... જાણો કોણ છે એ...

Feb, 27 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

27 ફેબ્રુઆરી 2021

ટેલિવિઝન જગતનો લોકપ્રિય શો ‘તારક મહેતાના ઉલટા ચશ્માં’ છેલ્લા ઘણા વર્ષોથી ચાહકોનું મનોરંજન કરતું આવ્યું છે અને આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. આ શોનું દરેક પાત્ર આઇકોનિક છે, પછી ભલે તે જેઠાલાલ હોય કે બબીતા ​​જી, પણ એક પાત્ર છે જે પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. આ શોમાં ગરબાકવીન દયાબેનનું પાત્ર સૌથી વધુ પ્રખ્યાત છે અને દિશા વકાણીને ચાહકો આ કિરદારમાં ખૂબ જ પસંદ કરે છે.  

લગભગ છેલ્લા 3 વર્ષથી શૉમાંથી ગાયબ થયેલ દયાબેન શૉમાં પરત ફરી નથી.  ચાહકો વર્ષોથી દયાબેનની રાહ જોતા હતા, પરંતુ દિશા ઘણા સમયથી શોની બહાર રહી છે. જોકે તેણે એક એપિસોડ માટે એક વાર કેમિયો કર્યો હતો, જેને પ્રેક્ષકોએ પસંદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઘણી વાર દિશાને રિપ્લેસ કરવાની વાત ચર્ચામાં રહી હતી, પણ તે ફક્ત અફવાઓ રહી છે. એવા પણ અહેવાલો આવ્યા હતા કે નિર્માતાઓએ દયાબેનના રોલ માટે એક્ટ્રેસ શોધી લીધી છે, પરંતુ કોઈપણ દયાબેનના માપદંડોને પૂરા કરી શકી નહીં. જો કે, ફરી એક વાર એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ દિશા વાકાણી આ શોમાં પરત નહીં ફરે એટલે તેમને રિપ્લેસ કરવામાં આવશે. દરમિયાન, ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રાખી વિજને આ પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાખીએ કહ્યું, 'કોઈપણ દયાબેન નહીં બની શકે, કારણ કે તે આઈકોનિક છે. પરંતુ ચાન્સ આપવો જોઈએ. હું એ કેરેક્ટર કરવાનું પસંદ કરીશ. હું પોતાના ફૅન્સને એકવાર ફરીથી હસાવવાનું પસંદ કરીશ.' જોકે હવે જોવાનું રહેશે કે શું શોના નિર્માતા રાખી વિજનને દિશા વાકાણીનું પાત્ર ભજવવાની તક આપશે.

આપને જણાવી દઈએ કે રાખી વિજન 'હમ પાંચ' અને 'મધુબાલા: એક ઇશ્ક એક જુનૂન' જેવા હિટ શોમાં તેની કોમિક ભૂમિકા માટે ખૂબ પ્રખ્યાત  થઇ હતી. આ ઉપરાંત તેને શો 'નાગિન 4' માં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Leave Comments