ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર
‘બિગ બોસ 15’ નો છેલ્લો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો હતો. વીકેન્ડ કા વારના એપિસોડમાં, સલમાન ખાને સ્પર્ધકોની જોરદાર ક્લાસ લીધી અને આ સાથે ઈશાન સેહગલની ઘરેથી વિદાય પણ થઈ ગઈ. ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પણ વીકેન્ડ કા વાર એપિસોડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન એકતા કપૂરે તમામ સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી કરી અને ગિફ્ટ્સ પણ વહેંચી હતી. આ સાથે એકતા કપૂરે દરેક સ્પર્ધકને સત્ય નું ભાન પણ કરાવ્યું. આ સાથે એકતા કપૂરે નાગિન 6 વિશે મોટી હિંટ આપી હતી.
બિગ બોસ 15માં આવતા, એકતા કપૂરે તેની પ્રખ્યાત શ્રેણી નાગીનની છઠ્ઠી સીઝનની પણ જાહેરાત કરી હતી. એકતા કપૂરે એ પણ ખુલાસો કર્યો છે કે ‘નાગિન 6’ 30 જાન્યુઆરી 2022ના રોજ લોન્ચ થશે. એકતા કપૂરે શોની લીડ એક્ટ્રેસ વિશે પણ મોટી હિંટ આપી છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે સલમાન ખાન ‘નાગિન 6’ ની બંને મુખ્ય અભિનેત્રીઓને સારી રીતે જાણે છે. એકતા કપૂરે એટલું જ કહ્યું છે કે અભિનેત્રીનું નામ એમથી શરૂ થાય છે. એકતા કપૂરની જાહેરાત પછી, અનિતા હસનંદાની અને સુરભી ચંદનાએ ‘બિગ બોસ 15’માં પ્રવેશ કર્યો હતો. બંને અભિનેત્રીઓએ એકતા કપૂરના શો નાગીનની અલગ-અલગ સિઝનમાં નાગિનનો રોલ કર્યો હતો.
અજય દેવગનની ‘સિંઘમ 3’ ની રિલીઝ ડેટ આવી સામે, આવી હશે ફિલ્મ ની વાર્તા; જાણો વિગત
વીકેન્ડ કા વાર પર, સલમાન ખાને જાહેરાત કરી છે કે હવે બિગ બોસ 15 ની ફિનાલે રેસ શરૂ થવાની છે. આગામી એપિસોડમાં ઘરના કેટલાક સભ્યોને VIP ટેગ મળશે. સિમ્બા નાગપાલ પહેલા જ આ રેસમાંથી બહાર થઈ ચૂકી છે.