મનોરંજન

બોલીવુડની આ અભિનેત્રીને ડ્રગ્સ સાથે બર્થ-ડે પાર્ટી કરવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ ; જાણો વિગતે 

Jun, 15 2021


મુંબઇ પોલીસે રવિવારે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટી પર રેડ પાડી હતી, જેમાં અભિનેત્રી નાયરા નેહલ શાહની ધરપકડ કરવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, પોલીસે બાતમીને આધારે ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહેલી બર્થડે પાર્ટી પર રેડ પાડી હતી. અહીં નાયરા તેના મિત્રો સાથે ડ્રગ્સ પાર્ટી કરી રહી હતી.

જોકે સોમવારે સાંતાક્રૂઝ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને ત્યારબાદ બંનેને જામીન પર છોડી મૂકવામાં આવ્યા. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી નાયરા ફિલ્મ્સ ઉપરાંત કિક બોક્સિંગની નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

આ ગુજરાતી ક્રિકેટરને આઇસીસીના હૉલ ઓફ ફેમ માં સ્થાન મળ્યું.
 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )