ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દિગ્દર્શક મણિરત્નમની ટીમ છેલ્લા ઘણા મહિનાઓથી 'પોન્નીયન સેલ્વન'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળશે. તે એક પિરિયડ વૉર ફિલ્મ હોવાથી, શૂટિંગ દરમિયાન ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ એક ઘોડો અકસ્માતને કારણે મૃત્યુ પામ્યો હતો. આ પછી પેટાએ મણિરત્નમના પ્રોડક્શન હાઉસ અને ઘોડાના માલિક વિરુદ્ધ FIR નોંધાવી છે.આ પછી પશુ કલ્યાણ બોર્ડે મણિરત્નમને પૂછપરછ માટે બોલાવ્યા છે.
હાલમાં 'પોન્નીયન સેલ્વન'નું શૂટિંગ મધ્ય પ્રદેશના ઓરછામાં ચાલી રહ્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત ચિયાન વિક્રમ, ત્રિશા કૃષ્ણન, જયમ રવિ, કાર્તિ અને પ્રકાશ રાજ આમાં જોવા મળશે. રિપૉર્ટ અનુસાર દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તેનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું હતું.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે : દિલ્હીના વેપારીએ લગાવ્યો આ આરોપ, આ છે કેસ
ફિલ્મનું પહેલું પોસ્ટર દર્શકોની સામે આવી ગયું છે. જેમાં ફિલ્મનું ટાઇટલ PS (પોન્નીયન સેલ્વન) પાર્ટ વન આપવામાં આવ્યું છે. આ ફિલ્મ બે અલગ-અલગ ભાગમાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મનો પહેલો ભાગ 2022માં રિલીઝ થશે. અહેવાલ અનુસાર આ મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ છે, એનું બજેટ 500 કરોડ છે. મણિરત્નમ્ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ મદ્રાસ ટૉકીઝ અને લાઇકા પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં સંગીત એ. આર. રહેમાન દ્વારા આપવામાં આવ્યું છે.