News Continuous Bureau | Mumbai
જાણીતા ફેશન ડિઝાઈનર(Fashion designer) પ્રત્યુષા ગરિમેલ્લાએ(Prathyusha Garimella) અત્રેના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં(Banjara Hills) આવેલા એમનાં બુટિક સ્ટુડિયોમાં(boutique studio) ગઈ કાલે કથિતપણે આત્મહત્યા(Suicide) કરી છે.
35 વર્ષીય પ્રત્યુષાનો મૃતદેહ બુટિકનાં બાથરૂમમાં મળી આવ્યો હતો.
પોલીસે કરેલી તપાસમાં પ્રત્યુષા બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. બાથરૂમમાંથી જ કાર્બન મોનોક્સાઈડની(carbon monoxide) એક બોટલ પણ મળી આવી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહને ઓટોપ્સી(Autopsy) માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં(Osmania Hospital) મોકલી દીધો છે.
પ્રારંભિક તપાસમાં પોલીસે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુનો કેસ ગણાવ્યો હતો, પરંતુ બાદમાં આત્મહત્યાની એક નોંધ પણ મળી આવી હતી.પોલીસને શંકા છે કે પ્રત્યુષાએ ડિપ્રેશનને કારણે આવું અંતિમ પગલું ભર્યું છે.
પ્રત્યુષાએ બોલીવુડની (Bollywood Actresses) માધુરી દીક્ષિત, જુહી ચાવલા, જેક્લીન ફર્નાન્ડિસ જેવી અભિનેત્રીઓ તથા દક્ષિણ ભારતની ફિલ્મોની(Indian FIlms) પણ ઘણી અભિનેત્રીઓનાં ફેશન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર ના દીકરા સિદ્ધાંત કપૂરની આ આરોપમાં પોલીસે કરી ધરપકડ-જાણો શું છે સમગ્ર મામલો