ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
માયાનગરીમાં જો તમે સમજો છો કે માત્ર પુરુષ અભિનેતાઓ જ કમાણી કરે છે, તો આ યાદી તમારી ગેરસમજો દૂર કરવા માટે પૂરતી છે. ઘણી ફિલ્મ અભિનેત્રીઓ એવી છે જે મોટા નિર્માતાઓને કાસ્ટ કરવામાં તેમનો પરસેવો છૂટી જાય છે. એનું કારણ છે તેમની જંગી ફી. બૉલિવુડ સ્ટાર્સ દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર ખાન અને કંગના રાણાવત સહિત આ સુંદરીઓની ફી જાણીને તમે પણ ચોંકી જશો.
દીપિકા પાદુકોણ
બૉલિવુડ ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીની નંબર વન સ્ટાર માનવામાં આવે છે. તે એક ફિલ્મ માટે 15-30 કરોડ રૂપિયા લે છે.
કંગના રાણાવત
અભિનેત્રી કંગના રાણાવતે તેની છેલ્લી રિલીઝ ‘થલાઇવી’ ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંગના રાણાવત પોતે દાવો કરે છે કે તે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પગાર મેળવનારી અભિનેત્રી છે.
પ્રિયંકા ચોપરા
દેશી ગર્લ ભલે ભારતીય ફિલ્મ ઉદ્યોગથી દૂર હોય, પરંતુ તેને ફિલ્મોમાં કાસ્ટ કરવાનું દરેક ફિલ્મ નિર્માતાનું સ્વપ્ન હોય છે. પ્રિયંકા ચોપરા બૉલિવુડ ફિલ્મ માટે લગભગ 15-25 કરોડ રૂપિયા લે છે.
આલિયા ભટ્ટ
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર આલિયા ભટ્ટ એક ફિલ્મ માટે લગભગ 23 કરોડ રૂપિયા લે છે.
કેટરિના કૈફ
સૂર્યવંશી સ્ટાર કેટરિના કૈફ પણ એક ફિલ્મ માટે 15-25 કરોડ રૂપિયા જેવી મોટી રકમ લે છે.
કરીના કપૂર ખાન
બૉલિવુડની બેબોની ફી પણ કોઈથી ઓછી નથી. કથિત રીતે અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા લે છે. તાજેતરમાં કરીના કપૂર ખાને સીતાના રોલ માટે 12 કરોડ રૂપિયાની ફીની માગણીના સમાચારે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. હાલમાં આ પાત્ર હવે કંગના રાણાવત પાસે છે.
જાણો KBCમાં 1 કરોડ જીતનાર છત્તરપુરના સાહિલની સંઘર્ષની કહાની વિશે