Site icon News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટની આ બે ફિલ્મો થઇ ઓસ્કર નોમિનેશન ની રેસમાં સામેલ-વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ પણ છે લાઈન માં-જાણો કોને મળશે એન્ટ્રી

News Continuous Bureau | Mumbai

સંજય લીલા ભણસાલીની ફિલ્મોએ ઘણીવાર વિદેશી બજારમાં(International cinema) સિને પ્રેક્ષકોમાં તેમની હાજરી અનુભવી છે. છેલ્લા બે દાયકામાં, ભારત વર્ષ 2002માં પ્રતિષ્ઠિત ઓસ્કાર સમારોહમાં(Oscar award) નોમિનેશન મેળવવાની સૌથી નજીક હતું. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત અભિનીત ભણસાલી નિર્દેશિત ફિલ્મ 'દેવદાસ'માં એન્ટ્રી મળવાની શક્યતાઓ હતી.હવે, એવી ચર્ચા છે કે આલિયા ભટ્ટ અભિનીત 'ગંગુબાઈ' (Gangubai Kathiyawadi)એ કેટલીક ફિલ્મોમાંની એક છે જે આ વર્ષે ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બની શકે છે. આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મના ઘણા આંતરરાષ્ટ્રીય પ્રીમિયર(International premier) થયા હતા અને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં(Berlin film festival) દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું. બિઝનેસ મોરચે, તે $7.50 મિલિયનના વિદેશી કલેક્શન સાથે, આંતરરાષ્ટ્રીય પટ્ટામાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાંની(Indian film) એક છે.

Join Our WhatsApp Channel

ગંગુબાઈ ઉપરાંત, એસએસ રાજામૌલીની પીરિયડ ડ્રામા, આરઆરઆર(RRR) વિશે જોરદાર ચર્ચા છે, જે ઓસ્કારમાં સત્તાવાર પ્રવેશ માટે સમાચારમાં છે. ઓસ્કર વિશેની જાહેરાત થોડા મહિનામાં અપેક્ષિત છે. અન્ય ફિલ્મો કે જે તેમાં દર્શાવી શકે છે તેમાં વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો(The Kashmir files) સમાવેશ થાય છે, જોકે હજુ સુધી આ વિષે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં  આવી નથી.

આ સમાચાર પણ વાંચો : સાઉથના સુપરસ્ટાર વિજયની લાઈગર પણ બોક્સ ઓફિસ પર પછડાઈ-જાણો પહેલા બે દિવસની કમાણી

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી ની વાત કરીએ તો, હાલમાં તેઓ 'હીરામંડી'(Heera mandi)ના શૂટિંગમાં વ્યસ્ત છે અને પછી 2023માં તેના આગામી દિગ્દર્શન સાહસ 'બૈજુ બાવરા' પર આગળ વધશે. આલિયાની વાત કરીએ તો તે આગામી સમયમાં 'બ્રહ્માસ્ત્ર'ની (Brahmastra)રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મને ભારતીય સિનેમામાં બનેલી સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.હવે જોવું એ રહ્યું કે ભારત માંથી કઈ ફિલ્મ ને ઓસ્કાર માં નોમિનેશન  મળશે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version